ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં સૌપ્રથમ વાર ચેસ-બોક્સિંગનું એક જ મંચ પર દંગલ - અમદાવાદમાં ચેસ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા

અમદાવાદમાં ચેસ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ચેસ બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત 10મી નેશનલ ચેસ બોક્સિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. આ 10મી રાષ્ટ્રીય ચેસ બોક્સિંગ ચેમ્પિયનશીપ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2022 એમ ત્રણ દિવસ યોજાશે. National Chess Boxing Championship, Gujarat First time Host Chess Boxing Championship, Chess Boxing Association of Gujarat, Chess Boxing Organization of India Ahmedabad

ગુજરાતમાં સૌપ્રથમ ચેસ અને બોક્સિંગનું એક જ મંચ પર દંગલ
ગુજરાતમાં સૌપ્રથમ ચેસ અને બોક્સિંગનું એક જ મંચ પર દંગલ

By

Published : Sep 10, 2022, 7:59 PM IST

અમદાવાદગુજરાતમાં પ્રથમ વખત 10મી રાષ્ટ્રીય ચેસ બોક્સિંગ ચેમ્પિયનશીપ (National Chess Boxing Championship) 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2022 એમ ત્રણ દિવસ યોજાશે. આ ચેમ્પિયનશીપ તુર્કીમાં (National Chess Boxing Championship in Turkey) નવેમ્બરમાં યોજાવા જઈ રહી છે. તેમાં ચોથી વર્લ્ડ ચેસ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં (4th World Chess Boxing Championship) ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ટીમની પસંદગી સ્પર્ધા પણ છે.

ચેસ બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત 10મી નેશનલ ચેર બોક્સિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે.

એશિયન ઝોનના પ્રમુખે કર્યું ઉદ્ઘાટન આ ચેમ્પિયનશીપનું અજય પટેલે ઉદ્ઘાટનકર્યું હતું. એશિયન ઝોન 3.7ના પ્રમુખ (Asian Zone President) અજય પટેલે દેશભરના ચેસ બોક્સિંગના એથ્લીટ્સ અને કોચીસની (Chess Boxing Athletes and coaches) હાજરીમાં ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં ચેસ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાના સ્થાપક (Chess Boxing Organization of India Founder ) અને પ્રમુખ (Chess Boxing Organization of India President) મોન્ટુ દાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ચેમ્પિયનશીપનું અજય પટેલે ઉદ્ઘાટન કર્યું હતું.

ચેસ બોક્સિંગ અલગ જ પ્રકારની રમતઅજય પટેલે જણાવ્યું હતું કે 10મી રાષ્ટ્રીય ચેસ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ગુજરાતમાં આપ સૌનું સ્વાગત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ગુજરાત પ્રથમ વખત આ ચેમ્પિયનશીપની યજમાની(first time Gujarat host Chess Boxing Championship) કરી રહ્યું છે, પરંતુ મને ખાતરી છે કે આગામી સમયમાં અનેક પહેલનું સાક્ષી બનશે. ચેસ બોક્સિંગ એ અલગ પ્રકારની રમત છે. તે શરીર અને મગજ બન્નેની શક્તિની કસોટી કરે છે. મને વિશ્વાસ છે કે આ ચેમ્પિયનશીપ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં ચેસ બોક્સિંગને મુખ્યધારાની રમત બનાવવામાં ઘણી મહત્વની પુરવાર થશે.

ગુજરાતમાં પ્રથમ વખત 10મી રાષ્ટ્રીય ચેસ બોક્સિંગ ચેમ્પિયનશીપ

1992માં ચેસ બોક્સિંગનો પ્રારંભનવા જ પ્રકારની આ રમત ગણાય છે. ચેસ બોક્સિંગનોપ્રારંભ 1992માં કરાયો હતો. તે પછી ઘણા દેશોએ આ રમતને અપનાવી છે. ગુજરાતમાં (Chess Boxing Organization of India Ahmedabad) ચેસ બોક્સિંગનો પ્રારંભ જુલાઈ 2021માં થયો હતો. તે હવે ખૂબ જ લોકપ્રિય રમત બની ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details