અમદાવાદ - સુરતમાં ગ્રીષ્મમાં હત્યા કેસને લઈને કોર્ટના નિર્ણયની (Grishma Murder Case) હર કોઈ રાહ જોઈ રહ્યા છે. ગ્રીષ્માના પરિવાર સહિત લોકમાંગ પણ છે કે, ગ્રીષ્માના હત્યારાને ફાંસી સજા થવી જોઈએ. પરંતુ એક તરફી પ્રેમમાં અત્યાર સુધી અનહદ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે એક તરફી પ્રેમમાં હત્યા કરનાર કેટલા આરોપીને અત્યાર સુધી ફાંસીની (Murder Case in Gujarat 2022) સજા થઈ છે આવો જાણીએ...
પિતાને દીકરીની કરી હત્યા - સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે સગા પિતાને દીકરી પર દુષ્કર્મ અને હત્યા મામલે ફાંસીની સજા ફટકારી હતી. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં પાંડેસરાના ટુકના દાસે પોતાની દીકરી પર છ મહિના સુધી શારીરિક (Crime Rate in Gujarat 2022) શોષણ કરી દીકરીને ગર્ભવતી બનાવી અને પોતાનું પાપ છુપાવવા દીકરીનું ગળું દબાવી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં દીકરી ગર્ભવતી પોતાના પ્રેમી સાથેના અફેરને કારણે થઇ હોવાનું જુઠ્ઠાણું ચલાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પોલીસે DNA તપાસ બાદ આરોપી પિતાની ધરપકડ કરી હતી. સાયન્ટિફિક પુરાવા બાદ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
દુસ્કર્મ-હત્યા -સુરતમાં 10 વર્ષની માસૂમને દુષ્કર્મ-હત્યા કરનાર નરાધમને ફાંસીની (Rape Case in Gujarat 2022) સજા ફટકારવામાં આવી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડિસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ આ બાબતે બાળકીના પરિવારને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અંતે બાળકી ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે આવેલ ઝાડીઓમાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ પોલીસ બાળકીના મૃતદેહનો કબજો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે બાળકી પર રેપ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Rajkot Rape Case: કોર્ટે 7 વર્ષના બાળક સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફટકારી 20 વર્ષની સજા