ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી (Positive case in Gujarat )રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા, પરંતુ જાન્યુઆરીના 13 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,176 કોરોના પોઝિટિવ કેસ (11,176 cases of corona in 24 hours) નોંધાયા છે. જેમાંથી 4285 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે, તો બીજી તરફ રાજ્યમાં 5 લોકોના કોરોનાથી મૃત્યુ(5 people died from corona) પણ થયા છે.
અમદાવાદમાં કોરોના ફાટ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3673 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 2690, બરોડા શહેરમાં 950 અને રાજકોટમાં 440 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 4285 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 3,11,217 નાગરિકોને રસીકરણ થયું
આજે 13 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 3,11,217 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 55,215 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, અને 50,582 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 15થી 18 વર્ષના 89,040 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,44,44,918 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 50,612
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 50,612 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 64 વેન્ટિલેટર પર અને 50,548 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,142 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,36,140 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 93.23 ટકા સુધી પહોંચ્યો છે.
સુરતમાં નોંધાયા 1,678 કેસ
સુરત શહેરમાં આજે કોરોના કેસ કુલ 1,678 કેસ આવ્યા છે. ફુલ એક્ટિવ કેસ ૮૨૬૨ છે. શહેરમાં આજદિન સુધી કુલ 1,19,834 કેસ છે. આજે ઓમિક્રોનના 0 કેસ છે. ઓમિક્રોનના એક્ટિવ કેસ પણ 0 છે. કોરોનાથી એક દર્દીનું મોત નથી. સુરત જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે શહેરમાં કુલ 369 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,11,620 લોકો સ્વસ્થ થયા છે. આજે 16,005 લોકો વેક્સીનેટ થયા છે. આજે 15 થી 18 વર્ષના બાળકોને 12,394 વેક્સીન આપવામાં આવ્યું છે.તથા સિનિયર સિટીઝનને આપવામાં આવતું પ્રિકોશન ડોઝની કુલ 4422 લોકોને આપવામાં આવ્યું છે.
ડીસા સબજેલમાં 15 કેદીઓને કોરોના પોજેટિવ
જિલ્લામાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસામાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક સાથે 15 કોરોના પોઝિટીવ કેસ સામે આવતાઆરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડીસા ખાતે આવેલ સબજેલમાં એક દર્દીને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેદીને કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સબજેલ ખાતે આવેલ 23 કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 15 કેદીઓને કોરોના પોઝિટીવ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભાગદોડ મચી હતી.
જૂનાગઢ જિલ્લામાં નોંધાયા 52 કેસ
કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં મળીને કુલ 52 કેસ પોઝિટિવ આવ્યા હતા, જેમાં આજે અચાનક વધારો થયો છે અને જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 68 અને જિલ્લાના અન્ય 9 તાલુકામાં 17 જેટલા કેસ મળીને કુલ 85 પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લો ફરી એક વખત કોરોના સંક્રમણ ભરડામાં ફસાતા તો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ જિલ્લામાંથી ૪૧ જેટલા વ્યક્તિઓ કોરોના સંક્રમણથી મુક્ત થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તો આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 7434 જેટલા વ્યક્તિઓને કોરોના રસીકરણથી સુરક્ષિત પણ કરાયા હતા.
અમરેલીમાં 52, ગીર સોમનાથમાં 69 કેસ નોંધાયા
તો અમરેલી જિલ્લામાં આજે 52 જેટલા કેસ સામે આવ્યા હતા જ્યારે 40 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી સાથે સાથે 5618 જેટલા વ્યક્તિઓને કોરોના રસીકરણથી સુરક્ષિત કરાયા હતા તો ગીર સોમનાથ જિલ્લામાં આજે 69 જેટલા કે સામે આવ્યા હતા તેની સામે ૧૬ જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને જિલ્લામાં મળીને કુલ ૧૩૦૩૬ જેટલા વ્યક્તિઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીકરણથી આવરી લેવામાં આવ્યા હતા.
કચ્છમાં નોંધાયા 129 કેસ
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 129 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 465 પહોંચી છે.તો આજે 66 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.
આ પણ વાંચો
Gujarat Corona Update: આજે રાજ્યમાં 9941 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Gujarat Corona Update: આજે રાજ્યમાં 7476 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં