- કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસો ઘટ્યા
- સોમવારે 3,61,852 લોકોને વેક્સિન આપવામાં આવી
- રાજ્યમાં હજુ પણ 213 એક્ટિવ કેસો
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 18 ઓકટોબરના રોજ સમગ્ર રાજ્યમાં 18 જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 32ને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં શૂન્ય કેસો નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનેશન સોમવારે 3,61,852 કરાયું.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 2 કોર્પોરેશન જેવા કે, સુરત અને અમદાવાદ વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 01 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 04 દર્દીને રજા આપવામાં આવી છે.
સોમવારે 3,61,852 નાગરીકો વેક્સિન અપાઈ