ગુજરાત

gujarat

ETV Bharat / city

છેલ્લા 24 ક્લાકમાં રાજયમાં 10 કેસોનો વધારો કુલ 41 કેસ નોંધાયા, 23 જિલ્લામાં એક પણ કેસ નહીં

છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં ગઇકાલ કરતાં કોરોનાના 10 કેસ વધુ એટલે કે 41 કેસ નોંધાયા છે. જેની સામે 71 દર્દીઓએ કોરોનાને મ્હાત કરી સ્વસ્થ થયા છે.જેની સામે રાજ્યમાં 23 જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.

છેલ્લા 24 ક્લાકમાં રાજયમાં 10 કેસોનો વધારો  કુલ 41 કેસ નોંધાયા, 23 જિલ્લામાં એક પણ કેસ નહીં
છેલ્લા 24 ક્લાકમાં રાજયમાં 10 કેસોનો વધારો કુલ 41 કેસ નોંધાયા, 23 જિલ્લામાં એક પણ કેસ નહીં

By

Published : Jul 14, 2021, 10:05 PM IST

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 41 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 24 કલાકમાં 10 કેસનો થયો વધારો
  • 71 દર્દીઓ કોરોનાને માત આપી

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહિના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 50થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 41 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે સૌથી વધુ 71 દર્દીઓએ કોરોના ને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ નથી થયું. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ જિલ્લાઓ અને આઠ કોર્પોરેશન વિસ્તારોમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 22 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન સહિત 23 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

મમતા દિવસને લઈને વેકસીનેશન બંધ રહ્યું
બુધવાર અને મમતા દિન નિમિત્તે રાજ્યમાં રસીકરણ કરવામાં આવ્યું નથી. દર બુધવારે રાજ્ય સરકાર દ્વારા મમતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેથી આજે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યમાં 13 જુલાઈ સુધી
રાજ્યમાં કુલ 2,83,68,489 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જેમાં 18 વર્ષ થી વધુની વયના 1,23,381 લોકોને પ્રથમ ડોઝ , અને 8222 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 700થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 689 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 08 વેન્ટિલેટર પર અને 681 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,074 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,583 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.69 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details