- કોરોનાના નવા 1,120 કેસ આવ્યા
- કુલ 16 લોકોના મોત થયા
- 3,398 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ
અમદાવાદ: coronaના કેસમાં નોંધપાત્ર ઘટાડો ચાલુ રહ્યો છે. કોવિડ સેન્ટરો(covid center) ખાલી થઈ રહ્યાં છે. corona positive દર્દીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. જેથી ગુજરાતનો રિકવરી રેટ પણ ખાસ્સો ઉપર આવ્યો છે. ગુજરાતમાં શુક્રવારે coroneના નવા 1,120 કેસ નોંધાયા છે. તેની સામે રાજ્યભરમાં 3,398 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 7,82,374 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતનો રિકવરી રેટ વધુ વધીને 96.07 ટકા થયો છે.
આ પણ વાંચોઃ gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ
ગુજરાતમાં vaccinationની પ્રક્રિયા બની તેજ
ગુજરાતમાં શુક્રવારથી vaccinationનું અભિયાન શરૂ કરાયું છે. 4 જૂનને શુક્રવારે સાંજના 5 કલાક સુધીમાં 2,75,139 વ્યક્તિઓને corona vaccine અપાઈ છે. આમ ગુરુવાર સુધી કુલ 1 કરોડ 76 લાખ 39 હજાર 673 લોકોને vaccine અપાઈ હતી. શુક્રવારનો આંકડો મળીને ગુજરાતમાં કુલ 1 કરોડ 79 લાખ 14 હજાર 812 વ્યક્તિઓનું vaccination થઈ ચુક્યું છે. ગુજરાતે vaccinationની પ્રક્રિયા વધુ તેજ બનાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરનાર પંચાયતની ઓફિસમાં એન્ટ્રી કરનારને એન્ટ્રી દીઠ રૂપિયા 5 સરકાર ચુકવશે. જેથી ગુરુવારે corona vaccineનું કામ વધુ ઝડપી બનશે.