- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- 24 કલાકમાં રાજ્યમાં કુલ 6,690 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોનાથી 67 લોકોના થયા મોત
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, દૈનિક ધોરણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં મંગળવારે નવા 6,690 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ 67 લોકોના મૃત્યુ થયા છે. આજે મંગળવારે 2748 લોકોને રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિકવરી રેટ 89.04 ટકા છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 23 દર્દીના મોત થયા છે. સુરત શહેરમાં 22, રાજકોટમાં 5, વડોદરા શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 3, બનાસકાંઠામાં 2, રાજકોટ ગ્રામ્યમાં 2 લોકોના મોત થયા છે. રાજ્યમાં આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠામાં પણ કોરોના વાઇરસને કારણે 1-1 દર્દીનું મોત થયુ છે.
અમદાવાદમાં આજે મંગળવારે સૌથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં મંગળવારે નવા અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 2,251 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ 23 દર્દીના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 150 ICU બેડ પણ હશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરાઈ
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નવા 6,690 કોરોનાના કેસ નોંધાયા
સુરતમાં શહેરમાં પણ 1,264 નવા કેસ
સુરત શહેરમાં આજે કોરોનાના નવા 1264 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 22 લોકોના મોત થયા છે.
મહેસાણા કોરોના અપડેટ
મહેસાણા જિલ્લામાં આજે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 54 શહેરી અને 74 ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયા છે. 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહેસાણામાં મંગળવારના રોજ કુલ 6,865 લોકોને કોરોનાની રસી આપવામાં આવી આજ દિવસ સુધી કુલ 3,46,168 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
સાબરકાંઠા કોરોના અપડેટ
સાબરકાંઠા જિલ્લામાં આજે 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં હિંમતનગર તાલુકામાં 12, ઇડર અને પ્રાંતિજ તાલુકામાં પાંચ-પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તલોદ તાલુકામાં ત્રણ, ખેડબ્રહ્મા શહેર અને વડાલી તાલુકામાં એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામાં અત્યાર સુધી 5333 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ જિલ્લામાં કોરોનાના કુલ 12 દર્દીઓના મોત થયા છે.
કચ્છ કોરોના અપડેટ