ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 7 તારીખે સમગ્ર રાજ્યમાં 5396 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને પોરબંદરમાં એક પણ કેસ નોંધાયા નથી, જ્યારે સુરત જિલ્લામાં 1 મૃત્યુ નોંધાયુ છે.
અમદાવાદમાં ફાટ્યો કોરોના
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 2281 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1350, વડોદરા શહેરમાં 239 અને રાજકોટમાં 203 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 1158 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
વડોદરામાં આજે રેકોર્ડબ્રેક 281 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે રેકોર્ડબ્રેક કોરોનાના 281 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ કેસ 73,692 થયા છે, જેમાં 947 એક્ટિવ કેસ છે, તો કુલ 72,122 દર્દીને રજા આપવામાં આવી છે, તો આવતીકાલથી શહેરમાં એક સપ્તાહ સુધી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ચેકીંગ કરી લક્ષણો ધરાવતી વ્યક્તિના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
રાજકોટમાં 30 ડોક્ટર અને 25 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ
રાજકોટમાં ત્રીજી લહેર (Third Wave in Rajkot)ની શરૂઆતમાં જ 30 જેટલા ડોક્ટર (Rajkot Corona Infect Doctors) અને 25 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટમાં હાલ છેલ્લા બે ત્રણ દિવસથી 100ની આસપાસ કોરોના પોઝિટિવ (Corona positive in Rajkot) કેસ નોંધાઇ રહ્યા છે. હવે 30 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ 30માંથી મોટાભાગના ડોક્ટરો પોતાના ઘરે જ હોમ ક્વોરંટાઇન છે. જ્યારે 5 જેટલા ડોક્ટરોને તાવનું પ્રમાણ વધુ હોવાથી તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. માત્ર બે ત્રણ દિવસની અંદર જ આ 30 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે.
આજે કચ્છમાં કોરોનાનાં 92 કેસ