ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 70 કેસોથી ફફડાટ પેઠો, જિલ્લા કોર્પોરેશન વિસ્તારમાં કેસો વધ્યા

રાજ્યમાં કોરોનાના કેસોએ ગતિ પકડી છે. ઓમિક્રોનના (Gujarat Corona Update) ભય વચ્ચે કોરોના કેસો પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ 40થી નીચે કેસો આવતા હતા જ્યારે આજે 9 ડિસેમ્બરે 70 કેસો નોંધાયા છે. આ મહિનામાં સૌથી વધુ કેસો આજે નોંધાયા છે. જેમાં કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં અને જામનગર કોર્પોરેશનમાં ડબલ ડીજીટમાં કેસો આવ્યા છે. કેસો વધતા ઓમિક્રોનને લઈને ફફડાટ પેઠો છે. સમગ્ર રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 459થી વધુ થઈ છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 70 કેસોથી ફફડાટ પેઠો, જિલ્લા કોર્પોરેશન વિસ્તારમાં કેસો વધ્યા
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 70 કેસોથી ફફડાટ પેઠો, જિલ્લા કોર્પોરેશન વિસ્તારમાં કેસો વધ્યા

By

Published : Dec 9, 2021, 11:10 PM IST

  • એક્ટિવ કેસની સંખ્યા 450થી વધુ
  • ઓમિક્રોનના ભય વચ્ચે કેસોમાં વધારો
  • આ મહિનાના સૌથી વધુ કેસો નોંધાયા

ગાંધીનગર: ઓમિક્રોનના કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે, ત્યારે રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકો માટે કેટલાક નિયમો કડક કર્યા છે. આ વચ્ચે રાજ્યમાં કેસોની સંખ્યા (Gujarat Corona Update) પણ વધી રહી છે. ઓનિક્રોન એ સંક્રમણ વધુ ફેલાવે છે, ત્યારે જો તેના કેસોમાં વધારો થયો તો કેસોમાં વધારો થઈ શકે છે. જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે, દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ગયા મહિનાની સરખામણીએ ત્રણ ગણા કેસો વધ્યા છે. 70 કેસો સામે 28ને સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી.

અમદાવાદ અને જામનગરમાં ડબલ ડીજીટમાં કેસો નોંધાયા

આજે 09 ડિસેમ્બરના રોજ વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે કોરોના પોઝિટિવ કેસો (corona positive cases in gujarat) જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 13, જામનગરમાં 10, સુરતમાં 9 તો વડોદરા કોર્પોરેશનમાં 6 કેસો, ભાવનગરમાં 2 ગાંધીનગરમાં 2 કેસો નોંધાયા હતા. જ્યારે જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે.

3,75,888 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવો વેરિયન્ટ આવતાની સાથે જ વેક્સિન (corona vaccination in gujarat) પ્રક્રિયા વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન અપાઈ રહી છે. આજે 24 કલાકમાં 3,75,888 લોકોને વેક્સિન આપવામાં આવી હતી, અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,42,38,168 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે 18થી 45 વયના 2.5 લાખથી વધુને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 18થી 45 વયના 36 હજારથી વધુને પ્રથમ ડોઝ અપાયો છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલ રાજ્યમાં કુલ 459 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 08 દર્દીઓ વેન્ટિલેટર પર અને 451 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,095 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,389 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ (recovery rate in gujarat)98.73 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:Student's corona positive Surat: સુરતની સંસ્કાર ભારતી શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝીટીવ

આ પણ વાંચો:Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા

ABOUT THE AUTHOR

...view details