ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના(Gujarat Corona Update)એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે જાન્યુઆરીની 21 તારીખે સમગ્ર રાજ્યમાં 21,225 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી.
અમદાવાદમાં કોરોના બેકાબુ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 8627 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે 3,081 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 08 જેટલા નોંધાયા છે. સુરત શહેરમાં 2124, વડોદરા શહેરમાં 2432 અને રાજકોટમાં 1502 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે રસીકરણ
આજે રાજ્યમાં કુલ 2,10,600 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 09,60,29,803 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રિકવરી રેટ પણ ઘટીને 87.58 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 08,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.