ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો પણ મૃત્યુઆંકમાં વધારો - રાજ્યમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના (Gujarat Corona Update) વાયરસના નવા 13805 કેસ નોંધાયા છે. તો બીજી તરફ આજે 25 લોકોના મૃત્યુ થયા છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો પણ મૃત્યુઆંકમાં વધારો
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો પણ મૃત્યુઆંકમાં વધારો

By

Published : Jan 24, 2022, 10:51 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલની સરખામણીએ કોરોના (Gujarat Corona Update) કેસમાં ઘટાડો નોંધાયો છે, તો મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં આજે નવા 13,805 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 24 કલાકમાં 13,469 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી (Gujarat corona recover) રેટ પણ ઘટીને 86.49 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,70,290 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:વાહ... વૈજ્ઞાનિકોએ મિનિટોમાં કોવિડને શોધી કાઢવાની ટેકનિક વિકસાવી

રાજ્યમાં હાલ કેટલા એક્ટિવ કેસો?

રાજ્યમાં કુલ 1,35,148 એક્ટિવ કેસ (Gujarat active case) છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 1,34,864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10,274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 25 લોકોનાં મોત થઇ ચુક્યાં છે.

આ પણ વાંચો:Third Covid Wave in India: ઓમિક્રોન કે ડેલ્ટા?

ક્યાં જિલ્લામાં કેટલા કેસો નોંધાયા

અમદાવાદમાં 4,441
સુરતમાં 1374
વડોદરામાં 3255
રાજકોટમાં 1149
ગાંધીનગરમાં 473
ભાવનગરમાં 322
જામનગરમાં 183
જૂનાગઢમાં 85 કેસ
કચ્છમાં 282
મોરબીમાં 267
પાટણમાં 242 કેસ
મહેસાણામાં 231
ભરૂચમાં 190
નવસારીમાં 160 કેસ
બનાસકાંઠામાં 156
આણંદમાં 150 કેસ
વલસાડમાં 141
સુરેન્દ્રનગરમાં 113

અમરેલીમાં 109
ખેડામાં 89
પંચમહાલમાં 76
નર્મદામાં 57
પોરબંદરમાં 52
સાબરકાંઠામાં 45
ગીર સોમનાથમાં 43
દાહોદમાં 39
તાપીમાં 19
છોટા ઉદેપુરમાં 17
મહિસાગરમાં 17
અરવલ્લીમાં 14
દ્વારકામાં 7
બોટાદમાં 6
ડાંગમાં 1

ક્યાં કેટલા લોકોના મૃત્યુ

અમદાવાદ કોર્પોરેશનમાં 06, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનાં 2, વડોદરામાં 1, કચ્છમાં 1, સુરત 1, મહેસાણામાં 1, વલસાડમાં 1, નવસારીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 સહિત કુલ 25 લોકોનાં મોત નિપજ્યાં છે.

રસીકરણને લઈ સરકાર સંતર્ક

રસીકરણ (Gujarat vaccination)ના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11ને પ્રથમ, 344ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4809ને પ્રથમ, 18,789ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 48,791ને ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 24972 રસીના ડોઝ જ્યારે 50335ને પ્રીકોશન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 1,70,290 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,65,15,617 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

ABOUT THE AUTHOR

...view details