ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાએ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે જાન્યુઆરીની 19 તારીખે માત્ર 4 દિવસમાં કેસો બમણા થતા સમગ્ર રાજ્યમાં 20,966 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. જેમાંથી 9828 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. આજે 12 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 6, ભરૂચ અને સુરત શહેરમાં 1-1, વલસાડ અને સાબરકાંઠામાં 2 મૃત્યુ નોંધાયુ છે.
છેલ્લા અઠવાડિયાના આંકડા
તારીખ | આંકડા |
19-1-22 | 20,966 |
18-1-22 | 17119 |
17-1-22 | 12753 |
16-1-22 | 10150 |
15-1-22 | 9177 |
14-1-22 | 10019 |
13-1-22 | 11176 |
12-1-22 | 9941 |
અમદાવાદમાં ફાટ્યો કોરોના
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતા રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ.કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 8391 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 3318, વડોદરા શહેરમાં 1998 અને રાજકોટમાં 1259 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 9828 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 2,02,592 નાગરીકોને વેક્સિન અપાઈ