- રાજ્યમાં દિવાળી બાદ 40થી વધુ કેસો આવ્યા હતા
- અમદાવાદમાં સૌથી વધુ 11 કેસો નોંધાયા
- રાજ્યમાં 230 એક્ટિવ કેસો જ્યારે 06 દર્દી વેન્ટિલેટર પર
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 14 નવેમ્બરના રોજ કોરોનાની યાદી (Gujarat Corona Update ) બહાર પાડવામાં આવી હતી, એ મુજબ છેલ્લા 24 કલાકમાં 30ની અંદર પોઝિટિવ કેસ (26 positive cases reported in 24 hours) નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ નવેમ્બર માસમાં પણ અગાઉના મહિના કરતા થોડા કેસોમાં વધારો જોવા મળ્યો છે. જો કે છેલ્લા 4 દીવસની સરખામણીમાં આજે ઓછા કેસો નોંધાયા છે. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં અચાનક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જે કેસો 3થી 5 આવતા હતા તે 3થી 4 ગણા વધ્યા છે.
કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 230 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 224 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર પર 06 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ સારવાર દરમિયાન 10,090 દર્દીના દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,66,30 દર્દીઓએ કોરોનાને માત આપી છે.