ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ (Gujarat Corona Blast) દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે આજે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન્સ (Corona Guideline 2022)ની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કોર કમિટીની બેઠક (CM meeting on Corona)માં ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે..
કોરોનાની નવી ગાઇડલાઇન્સ
- રાજ્યના 8 મહાનગર પાલિકા વિસ્તાર જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરમાં રાત્રીના 10:00થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે, આ સાથે જ આણંદ શહેર અને નડિયાદમાં પણ રાત્રી કર્ફ્યૂ (Night Curfew in Gujarat) રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે..
- 8 મહાનગરપાલિકા વિસ્તાર અને આણંદ તથા નડીયાદ શહેરમાં વ્યાપારી ગતિવિધિ રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે
- હોટલ અને રેસ્ટોરન્ટમાં બેઠકના ૭૫ ટકા સાથે રાત્રીના દસ કલાક સુધી ચાલુ રખાશે જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી રાત્રિના ૧૧ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય સામાજીક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં વધુમાં વધુ 400 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકાની ક્ષમતામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે
- અંતિમવિધિમાં 100 વ્યક્તિઓને જ મંજૂરી
- પબ્લિક અને પ્રાઇવેટ બસની સેવાઓમાં 75 ટકા ક્ષમતા સાથે જ્યારે એસ.ટી બસમાં પણ 75 ટકા પેસેન્જર કેપેસિટી સાથે ચાલુ રહેશે, ઉપરાંત બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં પેસેન્જરોએ ટિકિટ બતાવી ફરજીયાત રહેશે.
- સિનેમાહોલ જીમ વોટરપાર્ક સ્વીંગ પુલ લાઇબ્રેરી ઓડિટોરિયમ હોલ એસેમ્બલી હોલમાં 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
- બાગ-બગીચાઓ રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
- ધોરણ 1થી 9ની પ્રાથમિક શાળાઓ ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સના કોચિંગ સેન્ટર ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા અને ભરતી અંગેના કોચીંગ સેન્ટરો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કાર્યરત રહેશે.
- રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગખંડ ઓફલાઈન શિક્ષણ 31-1-2020 સુધી બંધ રહેશે. જે માત્ર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવામાં આવશે.
રાત્રી કર્ફ્યૂમાં આ છૂટ અપાય
રાજ્ય સરકાર (Govt announces new guidelines) દ્વારા રાત્રી કર્ફ્યૂ દરમિયાન અનેક બાબતોની છૂટછાટ આપવામાં આવી છે, જેમાં બીમાર વ્યક્તિ સગર્ભાવસ્થા વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડ સાથે અવરજવરની છૂટ આપવામાં આવી છે, આ ઉપરાંત રેલવે એરપોર્ટ એસટી કે સીટી બસની ટિકિટ રજૂ કરી હોય તેઓને આવવા-જવાની પરવાનગી પણ મુસાફરોને આપવામાં આવી છે, જ્યારે રાત્રે કર્ફ્યૂ દરમિયાન કોઈપણ પ્રકારના રાજકીય સામાજીક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમારંભો યોજી શકાશે નહીં અને અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનો ઓળખપત્ર અને અન્ય લગતા કાગળો અને અન્ય પુરાવાઓ પણ રજુ કરવાના રહેશે..