ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા પરંતુ જાન્યુઆરીના 3 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1259 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron in Gujarat)ના 16 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 07, વડોદરામાં 2, કચ્છ, ખેડા, જામનગર, જામનગર કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને આણંદમાં 1-1 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 152 કેસ નવા વેરિયન્ટના થયા છે. જેમાં 85 દર્દીઓને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના ફાટ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 631જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 213 વડોદરા શહેરમાં 68 અને રાજકોટમાં 37 કેસ નોંધાયા છે. કુલ 151 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 7,46,485 નાગરીકોને વેક્સિન અપાઈ