ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Congress Word strike on BJP : કોરોનાની ત્રીજી લહેર લઇ સરકાર પર વરસી કોંગ્રેસ, આગામી કાર્યક્રમ પણ જાહેર કર્યાં - Gujarat Congress Program Schedule

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કોરોનાની ત્રીજી લહેરને લઇને ભાજપ સરકારને તીખા બોલ કહ્યાં છે. તેમ જ કોરોના મહામારી સામે લડવામાં ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કઇ રીતે નિષ્ફળ છે તેના વિશે શબ્દ પ્રહાર (Gujarat Congress Word strike on BJP) કર્યાં હતાં.

Gujarat Congress Word strike on BJP : કોરોનાની ત્રીજી લહેર લઇ સરકાર પર વરસી કોંગ્રેસ, આગામી કાર્યક્રમ પણ જાહેર કર્યાં
Gujarat Congress Word strike on BJP : કોરોનાની ત્રીજી લહેર લઇ સરકાર પર વરસી કોંગ્રેસ, આગામી કાર્યક્રમ પણ જાહેર કર્યાં

By

Published : Jan 21, 2022, 6:17 PM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સિદ્વાર્થ પટેલ જેવા વરિષ્ઠ નેતાઓએ સંવાદદાતાઓ સાથેની મુલાકાતમાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ (Gujarat Congress Word strike on BJP) કરતાં કહ્યું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર કોરોના મહામારી દેશમાં અને ગુજરાતમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવ્યો અને તે સમયે ગુજરાત સરકાર કોરોના મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા છુપાવીને ખોટા આકડાં દર્શાવી ખોટા તાયફા કરીને ગ્રામ સભાનું આયોજન કરી રહી છે. આખા દેશમાં 35-40 લાખ કોરોનામાં મૃત્યુ આંકડો બતાવતી કેન્દ્ર સરકારની વાતની WHO પણ સ્વીકારતી નથી.

ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કઇ રીતે નિષ્ફળ છે તેના વિશે શબ્દ પ્રહાર

ત્રીજી લહેર આવી ગઇ છતાં સરકાર ગંભીર નથી

સમગ્ર દેશમાં કોરોના ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્રારા ગુજરાત સરકાર અને કેન્દ્ર પર આક્ષેપ (Gujarat Congress Word strike on BJP) કર્યા હતા. કોરોના ત્રીજી લહેરમાં કોરોના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ ભાજપ સરકાર પોતાના ઉત્સવ યોજવામાં વ્યસ્ત છે. રાજ્યમાં અને દેશમાં કોરોના કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો હોવા છતાં સરકાર હજુ પણ ગંભીર જોવા મળતી નથી.જ્યારે વિશ્વમાં પ્રથમ કોરોના કેસ ચીનમાં આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ચેતવી હતી પરંતુ તેમણે આ વાત ગંભીરતા ન લેતા દેશની જનતાએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતાં.

કોરોના મૃત્યુ પામેલાના આંકડા છુપાવીને તાયફા કરવામાં વ્યસ્ત : જગદીશ ઠાકોર

કોરોના મહામારી દેશમાં અને ગુજરાતમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવ્યો અને તે સમયે ગુજરાત સરકાર કોરોના મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા છુપાવીને ખોટા આકડાં દર્શાવી ખોટા તાયફા કરીને ગ્રામ સભાનું આયોજન કરી રહી છે. ભાજપ સરકારની (Gujarat Congress Word strike on BJP) નિષ્ફળતાનું મોડલ સમગ્ર વિશ્વ સામે આવ્યું છે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કોરોના મૃત્યુ પામેલાને 50 હજારનું વળતર આપી ધર્માદો કે રાજ્યની જનતા પર ઉપકાર કરતા નથી. આખા દેશમાં 35-40 લાખ કોરોનામાં મૃત્યુ આંકડો બતાવતી કેન્દ્ર સરકારની વાતની WHO પણ સ્વીકારતી નથી, ભાજપ સરકાર સહાય આપવામાં પણ વિલંબ કરીને તારીખ પે તારીખ આપી રહી છે.

વાઈબ્રન્ટ પહેલેથી બંધ ન રાખતાં ત્રીજી લહેર આવી

ગુજરાત સરકાર કોરોનાકાળમાં સદંતર નિષ્ફળ રહી છે (Gujarat Congress Word strike on BJP) જે ભાજપ સરકારનું જુઠાણું દેશની અને રાજ્યની જનતાની સામે આવ્યું છે. કોંગ્રેસ પહેલા પણ વાઇબ્રન્ટ સમિટ બંધ કરવાની વાત કરી હતી પણ ભાજપ સરકાર તે વાત માની નહીં. તેના કારણે ગુજરાતની જનતા કોરોનાની ત્રીજી લહેરનો ભોગ બની રહી છે. ભાજપ સરકાર પ્રથમ લહેરમાં નમસ્તે ટ્રમ્પ અને બીજી લહેરમાં ક્રિકેટ મેચનું આયોજન કરીને કોરોનાને આંમત્રણ આપ્યુ હતું ગુજરાતમાં પ્રથમ બે લહેરમાં આટલા બધા કેસ સામે આવ્યા નથી જે હાલ આવી રહ્યા છે. અમદાવાદ પણ કોરોના કેસ આંકડામાં ભારે વધારો જોવા મળી રહ્યો તેમ છતાં ભાજપ સરકારમાં હજુ પણ ગંભીરતા જોવા મળી રહી નથી. કોરાનાની ત્રીજી લહેરની શરૂઆતમાં પણ વાઇબ્રન્ટના તાયફા કરી લહેરને આમંત્રણ આપ્યું અને પછી આખરે વાઇબ્રન્ટ સમિટ રદ કરી.

પાંચ દિવસ જાહેર રજા આપવા માગણી કરતાં સિદ્ધાર્થ પટેલ

ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં કોરોનામાં મૃત્યુ પામનારનો આંકડો પણ હવે ડબલ ડિજિટમાં પહોંચી રહ્યો છે. હવે કોરોનાની આ ચેન તોડવી ખુબ જ જરુરી છે તે ભાજપ સરકાર પાસે આગામી પાંચ દિવસ રજાના દિવસ આવતા હોવાથી પાંચ દિવસ જાહેર રજા આપી કોરોનાની ચેન તોડવા માટે ઉત્તમ સમય છે પરંતુ ભાજપ સરકાર ગંભીરતાપૂર્વક નિર્ણય લેવામાં (Gujarat Congress Word strike on BJP) પાછી પડી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Congress President on BJP: જગદીશ ઠાકોરે ભાજપ પર કોંગ્રેસની છાપ બગાડવાનો કર્યો આક્ષેપ, જાણો તેમને શું કહ્યું...

આગામી દિવસોમાં પક્ષપ્રચાર માટે વધુ કાર્યક્રમો યોજાશે

અમદાવાદમાં ગુજરાતમાં કોંગ્રેસ આગામી દિવસોમાં એટલે કે તારીખ 23 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમો (Gujarat Congress Program Schedule) હાથ ધરશે. જેની માહિતી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આપી હતી. જેમાં 23 જાન્યુઆરીમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મજ્યંતી નિમિત્તે તેમના પ્રતિમાએ જઇને પુષ્પાંજલિ કરીને રાજ્યના મોટા શહેરમાં દેશભકિતના ગીત સાથે 50 બાઇક સાથે રેલી યોજવામાં આવશે અને સંવાદનો કાર્યક્રમ કરવામાં આવશે. 26 જાન્યુઆરીએ રાજ્યના તમામ વોર્ડમાં રાષ્ટ્રીય ધ્વજ વંદનના કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં કેટલાક વિસ્તારમાં 75 ફુટનો ધ્વજ ફરકાવવામાં આવશે 1 કિ.મી પદયાત્રા કરવામાં આવશે.

ડિજિટલ મેમ્બરશિપ અભિયાન

23થી 30 સુધી ડિજિટલ મેમ્બરશિપનો શુભારંભ (Gujarat Congress Program Schedule) કરવામાં આવશે. 3 કે 4 ફેબ્રુઆરી તારીખે તમામ જિલ્લા મથકો પર 100 લોકો સાથે મળીને કોરોનાકાળમાં અવસાન પામેલા લોકોને સહાયથી વંચિત લોકોના નામ એકત્ર કરીને સરકારને તે યાદી આપી સહાયની માગણી કરીશું.

આ પણ વાંચોઃ Rahul Gandhi on Amar Jawan Jyoti: રાહુલ ગાંધીએ કહ્યું, અમર જવાન જ્યોતિ બૂઝાઈ જશે, સરકારે સ્પષ્ટતા કરી

ABOUT THE AUTHOR

...view details