ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેનારા 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધાં છે. રાજ્યસભા ચૂંટણીને લઇને એક-એક મતનું લાખેણા મોલ છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની ઘટતી સંખ્યાએ કોંગ્રેસના નેતાઓને મૂંઝવણમાં મૂકી દીધાં છે.
ગુજરાત કોંગ્રેસે 5 MLAને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
ગુજરાત કોંગ્રેસે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેનારા 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધાં છે. રાજ્યસભા ચૂંટણીને લઇને એક-એક મતનો લાખેણો મોલ છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની ઘટતી સંખ્યાએ કોંગ્રેસના નેતાઓને મૂંઝવણમાં મૂકી દીધાં છે.
રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાગરમી આવી ગઈ છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપતાં કોંગ્રેસે પાર્ટીએ તેમને પક્ષમાંથી તાત્કાલિક ધોરણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
આ સંદર્ભે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, પાર્ટી સાથે તેઓએ ગેરરીતિ કરી છે. પાર્ટીમાં રહી જનતાએ તેમના વિશ્વાસુ પ્રતિનિધિ બનાવ્યાં, પરંતુ ધારાસભ્યોએ જનતાનો વિશ્વાસ તોડ્યો છે. જેને લઈ પાર્ટીમાંથી તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.