અમદાવાદ: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટથી દેશની જનતા નિરાશ છે. સરકારે ફરીવાર આંકડાની માયાજાળ બતાવતું બજેટ રજૂ કર્યું છે. અગાઉ લાવવામાં આવેલી તમામ યોજનાઓને ઉલ્ટાવી દેવામાં આવી છે. બજેટમાં યોજનાઓની મોટા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવી છે અને ખર્ચ ઓછા કરવામાં આવ્યા છે.
બજેટ 2020 : ગુજકાત કોંગ્રેસે બજેટની ઝાટકણી કાઢી, કહ્યુંઃ સરકારે અગાઉ ખોદેલો ખાડો વધુ ઊંડો કર્યો - અમદાવાદના તાજા સમાચાર
કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કારવામાં આવ્યું, ત્યારે વિવિધ વર્ગના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપતા સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, સરકારે અગાઉ જે નીતિઓ લાવીને ખાડો ખોદ્યો હતો તે બજેટમાં પૂરવાને બદલે વધુ ઊંડો કર્યો છે અને સરકારના બજેટથી તમામ લોકો નિરાશ છે.
અમદાવાદ-બજેટ અંગે કોંગ્રેસે કર્યા પ્રહાર,સરકારે અગાઉ ખોદેલો ખાડો વધુ ઊંડો કર્યો...
સરકારને જ બેલેન્સ સીટ મળતી નથી. બજેટમાં શિક્ષણ અને આરોગ્ય માટે પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સરકારે દેશના નાના ઉદ્યોગો પતાવી દીધા છે અને GSTની આવક પણ ઘટાડી છે. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો છે. બજેટથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત દેશના મહત્વના 2 વર્ગ ખેડૂતો અને યુવા વર્ગ માટે પણ કોઈ જાહેરાત કરવામા આવી નથી, જેની લોકોને આશા હતી. આમ એકંદરે બજેટથી કોઈને ખાસ ફાયદો થયો નથી.