ગુજરાત

gujarat

ETV Bharat / city

નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દાઓ લાવી ભાજપ મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન ભટકાવી રહ્યું છે: કોંગ્રેસ - જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ

ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ (non veg ban in gujarat) મૂકવામાં આવતા વિવાદ સર્જાયો છે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ (Gujarat congress president ) અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હપ્તાખોરી એ ભાજપ માટે એક ગૃહ ઉદ્યોગ બની ગયો છે.

મોંઘવારી અને બેરોજગારથી ધ્યાન ભટકાવી રહ્યું છે ભાજપ: કોંગ્રેસ
મોંઘવારી અને બેરોજગારથી ધ્યાન ભટકાવી રહ્યું છે ભાજપ: કોંગ્રેસ

By

Published : Nov 13, 2021, 7:59 PM IST

  • રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારી પર પ્રતિબંધ મૂકવામાં આવતા સર્જાયો વિવાદ
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર કર્યા પ્રહાર
  • ભાજપના શાસનમાં હપ્તારાજથી ચાલી રહ્યું છે, ગાંધી અને સરદારનું ગુજરાત

અમદાવાદ:ગુજરાત રાજ્યમાં રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ (non veg ban in gujarat) મૂકવામાં આવ્યો છે, જેને લઇને ગુજરાત કોંગ્રેસ (Gujarat congress) પ્રદેશ પ્રમુખ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે મહાનગરોમાં ભાજપની સત્તા છે, ભાજપ સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરી રહ્યા છે, યુવાનોને રોજગારી આપવાના બદલે મોટી મોટી જાહેરાતો આપી રહ્યા છે. રોજગારી ના મળવાના કારણે યુવાનો સ્વબળે પોતે લારી-ગલ્લા ચલાવી રહ્યા છે, તો ગુંડારાજ અને હપતારાજને ધ્યાને રાખી તેઓને હટાવવામાં આવી રહ્યા છે.

મોંઘવારી અને બેરોજગારથી ધ્યાન ભટકાવી રહ્યું છે ભાજપ: કોંગ્રેસ

ભાજપ માટે હપ્તાખોરી એક પ્રકારે ગૃહ ઉદ્યોગ બની ગયો છે: અમિત ચાવડા

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપ માટે હપ્તાખોરી ગૃહ ઉદ્યોગ બની ગયો છે. લારી ગલ્લાવાળા પાસેથી મોટી સંખ્યામાં હપ્તા ઉઘરાવે છે. લોકો પાસેથી હપ્તા ઉઘરાવવા દબાવવામાં આવે છે. ભાજપના શાસનમાં ગુજરાતના મહાનગરોમાં કતલખાના કોની ભાગીદારીથી ચાલી રહ્યા છે, તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરેક વ્યક્તિ રોજગાર ઝંખી રહ્યો છે, તેવામાં આવા મુદ્દાઓને લઈ ભાજપ મોંઘવારી બેરોજગારીના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગી રહી છે.

આ પણ વાંચો:વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ

આ પણ વાંચો:રાજકોટમાં જાહેર રસ્તાઓ પરથી ઈંડા- નોનવેજની લારીઓ દૂર કરાશે, મેયરનો આદેશ

ABOUT THE AUTHOR

...view details