અમદાવાદ આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) યોજાવા જઈ રહી છે. પરંતુ ગુજરાતમાં કૉંગ્રેસની હાલત દિનોદિન કફોડી જોવા મળી રહી છે. ત્યારે પ્રજા વચ્ચે જવા માટે કોંગ્રેસે કેટલાક મુદ્દાઓને લઇને પરિવર્તન સંકલ્પ યાત્રાનું ( Gujarat Congress Parivartan Sankalp Yatra )આયોજન કર્યું છે. જેમાં ભાજપ સરકાર વિરુદ્ધ મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દે અમદાવાદ શહેરના 16 વિધાનસભા ક્ષેત્રોમાં કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ પદયાત્રા 2022 કાઢવામાં આવી હતી.
8 વિધાનસભા પર સવારે પરિવર્તન યાત્રા નીકળી અમદાવાદ શહેર કુલ 16 વિધાનસભાની બેઠક ધરાવે છે. જેના પગલે કૉંગ્રેસ દ્વારા સવારે અને સાંજે એમ બે તબક્કામાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિધાનસભા પર એક નેતાને જવાબદારી સોંપવામાં આવી હતી. વેજલપુર ઘાટલોડિયા નારણપુરા સાબરમતી નિકોલ મણિનગર અમરાઇવાડી અને વટવા વિધાનસભા ક્ષેત્રમાં સવારે 9 વાગે પરિવર્તન સંકલ્પ પદયાત્રા નીકળી હતી.
આ પણ વાંચો પાર્ટીમાં આવવા ભાજપે આપી 50 કરોડ રૂપિયાની ઓફર, કોંગી નેતાએ કર્યો આક્ષેપ