ગુજરાત

gujarat

ETV Bharat / city

કેજરીવાલ દેશની જનતા માટે આશ્વાસનના 2 શબ્દો પણ ન બોલ્યા: કોંગ્રેસ - gujarat politics

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(ARVIND KEJRIWAL VISIT GUJARAT) આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન, મુખ્યપ્રધાન કેજરીવાલે(Chief Minister Arvind Kejriwal) પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ગણાવ્યું હતું. આથી, કોંગ્રેસ (Congress Made Allegations) દ્વારા વળતા જવાબો આપવામાં આવ્યા છે. જેમા તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી(Aam Admi Party Gujarat) ગુજરાતમાં ભાજપની B ટીમ તરીકે કામ કરી રહી છે.

gujarat congress made allegations on Chief Minister Arvind Kejriwal
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(

By

Published : Jun 14, 2021, 5:05 PM IST

  • ગુજરાત કોંગ્રેસનો આમ આદમી પાર્ટી પર આક્ષેપ
  • ભાજપને ફાયદો કરાવવા ગુજરાત આવ્યું આમ આદમી પાર્ટી: કોંગ્રેસ
  • ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહ્યું જેથી B ટિમ બનીને AAPને ગુજરાત લાવ્યું: કોંગ્રેસ

અમદાવાદ:દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (ARVIND KEJRIWAL VISIT GUJARAT) સોમવારના રોજ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે, કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ આક્ષેપો કર્યા હતા. તેને લઈને કોંગ્રેસ (Gujarat Congress) પ્રવક્તા મનીષ દોશી(Dr Manish Doshi)એ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી(Aam Admi Party Gujarat) ગુજરાતમાં ભાજપની B ટીમ તરીકે કામ કરી રહી છે.

કોંગ્રેસે કર્યા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ( પર પ્રહાર

આ પણ વાંચો:કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

આક્ષેપો એ આમ આદમી પાર્ટીની ઓળખ: દોશી

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, મંદી મોંઘવારી અને મહામારીમાં સપડાયેલા દેશની જનતા અને ગુજરાતની જનતા માટે આશ્વાસનના 2 શબ્દ ન બોલનાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાની વાત કરવાને બદલે કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા છે. જે રાજનીતિ કરી રહ્યા છે. આક્ષેપ આમ આદમી પાર્ટીની ઓળખ રહેલી છે અને અરાજકતા ઉભી કરવી અને મૂળ મુદ્દાની વાત ન કરવી, હકીકતમાં કોંગ્રેસ ઉપર આક્ષેપ કરનારી આમ આદમી પાર્ટી ભાજપાની B ટિમ છે. ભાજપ દ્વારા ગુજરાતમાં ધર્મનું વિભાજન કરવામાં આવ્યું છે. ત્યારે. ભાજપના તમામ હંડા પૂર્ણ થયા અને હવે ભાજપાની મદદ કરવા માટે આવેલી આમ આદમી પાર્ટી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને એ જવાબ આપવાનો હતો કે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેને લઇ જનતાને કયા પ્રકારની રાહત મળશે. તે પ્રકારનું કોઈ આયોજન કરી રહ્યા છે કે નહીં, કઈ રીતે તેઓ ગુજરાતની જનતા આગળ જશે તેમને તેની કોઈ વાત કરી નથી. ખેડૂતોના મુદ્દે તેઓ સંપૂર્ણ રીતે મૌન રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ ના વેપારીકરણ અંગે પણ અરવિંદ કેજરીવાલ મૌન રહ્યા છે.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ

ભાજપ પર પણ કોંગ્રેસે કર્યા આક્ષેપો

આ ઉપરાંત મનીષ દોશીએ ઉમેર્યું હતું કે, સમગ્ર બાબતમાં મુદ્દાઓને બદલે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવી એ આમ આદમી પાર્ટીની ઓળખ છે. જ્યાં સુધી સવાલ છે ભ્રષ્ટ ભાજપનો ત્યારે કોંગ્રેસ સતત ભાજપ સામે લાંબા સમયથી લડી રહ્યું છે. ત્યારે, આગામી દિવસોમાં પણ ગુજરાત કોંગ્રેસ જનતાને સાથે રાખીને ભ્રષ્ટ ભાજપ સામે લડત આપતી રહેશે. 2017ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને ગુજરાતની જનતાએ જન સમર્થન આપ્યું હતું. જેને કારણે 80 જેટલી બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપ દ્વારા અમુક પ્રકારના ધનબલ અને બાહુબલનો ઉપયોગ ન કર્યો હોત તો ચોક્કસ ભાજપ સત્તાથી દૂર ફેંકાઈ ગયું હોત. કોંગ્રેસ પ્રજાની રાજનીતિ કરે છે. અધિકારોની રાજનીતિ કરે છે. લોકોને સશક્ત કરવા માટેની રાજનીતિ કરે છે. ત્યારે, B ટીમના મુખ્યા ભાજપને કેવી રીતે મદદ કરવા આવ્યા છે તેનો જવાબ તેમને આપવાનો હતો. તેનાથી તેઓ અડગ રહીને અન્ય બાબત અને કોંગ્રેસ ઉપર માત્ર આક્ષેપો કર્યા છે. જે પાયાવિહોણા છે.

ABOUT THE AUTHOR

...view details