અમદાવાદઃ કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં જ તેઓની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થઈ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ - કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ચૂંટણી સમયે ભરતસિંહ સોલંકી સાથે ગુજરાત કોંગ્રેસને તમામ નેતાઓ સાથે ઉપસ્થિત હતા અને ત્યારબાદ આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. જેનાથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ નિષ્ણાત ડોક્ટરોનો સંપર્ક કર્યો છે
ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓ ચિંતામાં મુકાયા છે, ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને ક્વોરન્ટિન કરવામાં આવી શકે છે. ચૂંટણી કામગીરી દરમિયાન ભરતસિંહ સોલંકી આખો દિવસ મતદાન બૂથમાં હાજર રહ્યાં હતાં. આ સિવાય રાજ્યના ગૃહપ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ મતદાન બૂથમાં હાજર હતાં. ભાજપના રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો પણ મતદાન બૂથમાં પણ હાજર હતાં.