અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી એક પછી એક નવી ગેરન્ટી (Gujarat AAP Guarantee) આપતી જાય છે. તો હવે કૉંગ્રેસ પણ આ મુદ્દે પાછળ નથી. આ વખતે કૉંગ્રેસ ખેડૂતના મુદ્દા પર ચૂંટણી લડશે તેવા સ્પષ્ટ સંકેત આપી રહી છે. ત્યારે કૉંગ્રેસે પણ ખેડૂતોને મદદરૂપ થાય તેવી ગેરન્ટી આપી છે. અમદાવાદમાં રાજીવ ગાંધી કૉંગ્રેસ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ (Gujarat Congress Former State President Bharatsinh Solanki) આ અંગે જાહેરાત કરી હતી.
ભાજપને હરાવવા કૉંગ્રેસનું જોર 27 વર્ષના ભાજપના શાસનનો વિરોધ કરી રહેલી કૉંગ્રેસ આ વખતે ફરી એક વાર ભાજપને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. હવે કૉંગ્રેસ પણ આમ આદમી પાર્ટીની જેમ અનેક વાયદાઓ આપી રહી છે.
કૉંગ્રેસની ગેરન્ટી દ્વારકાની ચિંતન શિબિરમાં (Dwarka Congress Chintan Shibir) ખેડૂતના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેને લઈ હવે કૉંગ્રેસે ગેરન્ટી (New guarantee of Gujarat Congress)આપી છે. ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનતા ખેડૂતોના 3,00,000 રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. ગુજરતમાં ખેડૂતોને દિવસના 12 કલાકના 10 કલાક વીજળી ફ્રી (Free electricity for farmers) આપવામાં આવશે. રાજ્યમાં જમીમ માપણીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેથી ફરી વખત જમીન માપણી કરવામાં આવશે. તો ગામતળ જે ગૌચર જમીન છે. તેને ગરીબ વર્ગને આપવામાં આવશે એટલે તે ત્યાં ખેતીમાં ઉપયોગ કરવામાં આવી રહી છે.
પશુપાલકને નુકશાનની ભરપાઈ કરાશેહાલના સમયમાં ગામા ખૂબ મોટા પ્રમાણમાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જેના કારણે ગામમાં કૃષિ વર્ગ ઓછો જોવા મળી રહ્યો છે. આના કારણે કૉંગ્રેસ ગુજરાતના દરેક ગામમાં કૃષિ સહાયતા કેન્દ્ર (Agricultural Assistance Center in the village) ખોલશે. એટલે તે ખેતીવિષયક માટે ઉપયોગી થશે. આ ઉપરાંત ખેડૂત પર જે વીજચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. તે તમામ પરત ખેંચવામાં આવશે. જ્યારે લમ્પી વાયરસ કે અન્ય રીતે પશુપાલક નુકશાન થશે તેની અને કુદરતી આફતમાં નુકસાન થશે તેની ભરપાઈ કરાશે.