ગુજરાત

gujarat

ETV Bharat / city

અર્બન નક્સલવાદ અંગે કૉંગ્રેસના PM પર પ્રહાર, કહ્યું 8 વર્ષથી તમારી સરકાર છે તો પગલાં કેમ નથી લેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) હતા. તે દરમિયાન તેમણે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (PM Modi inaugurates development work) કર્યું હતું. આ ત્રણ દિવસ દરમિયાન વડાપ્રધાને કરેલા સંબોધન અને ઉદ્ઘાટનો અંગે કૉંગ્રેસે (Gujarat Congress) તેમની પર આકરા પ્રહાર કર્યા હતા.

અર્બન નક્સલવાદ અંગે કૉંગ્રેસના PM પર પ્રહાર, કહ્યું 8 વર્ષથી તમારી સરકાર છે તો પગલાં કેમ નથી લેતા
અર્બન નક્સલવાદ અંગે કૉંગ્રેસના PM પર પ્રહાર, કહ્યું 8 વર્ષથી તમારી સરકાર છે તો પગલાં કેમ નથી લેતા

By

Published : Oct 12, 2022, 8:56 AM IST

અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન અનેક વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત (PM Modi inaugurates development work) કર્યું હતું. તે દરમિયાન તેમણે અનેક સભા ગજવી હતી, જેમાં તેમણે કૉંગ્રેસને (Gujarat Congress) આડેહાથ લીધી હતી. ત્યારે હવે કૉંગ્રેસે વડાપ્રધાન પર આકરા પ્રહાર કરી (Gujarat Congress allegation on PM Modi) જવાબ આપ્યો છે.

કૉંગ્રેસના PM પર પ્રહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Congress) રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ (alok sharma congress) જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અત્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમને પૂછવું છે કે, તમે વડાપ્રધાન છો કે પછી ભાજપના પ્રચાર મંત્રી એ ગુજરાતની જનતા સમજી શકતી નથી. ગુજરાતની જનતા જાણે છે કે, વારંવાર તમે એક વાર શરૂ થયેલા પ્રોજેક્ટનું ફરીથી ઉદઘાટન કરી રહ્યાં છો. શું આ સારી વાત છે?

કૉંગ્રેસના PM પર પ્રહાર

અર્બન નક્સલ શા માટે પગલા ન લીધા વડાપ્રધાને કહ્યું હતું કે, અર્બન નક્સલવાદ દેશને (urban naxals modi speech) નુકસાન તરફ દોરી રહ્યો છે ત્યારે તેમના જ પ્રધાન નિત્યાંનંદજીએ જણાવ્યું હતું કે, અર્બન નક્સલ જેવી શબ્દાવલી આપણા દેશમાં ઉપલબ્ધ નથી. આપે કહ્યું કે, વિદેશોથી અર્બન નક્સલવાદ આવી રહ્યો છે અને દેશને નુકસાન કરી રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં ભાજપ સરકાર છે તો શા માટે તેના ઉપર પગલા લીધા નથી.

પીએમ કેર ફંડનો હિસાબ આપો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે કંપનીએ સિવિલ હોસ્પિટલને નકલી વેન્ટિલેટર સપ્લાય કર્યા હતા. તેના ઉપર શું પગલા લેવામાં આવ્યા? કોરોનાના સમયમાં બનાવેલા પી.એમ. કેર ફંડનો (pm cares fund) અત્યાર સુધી હિસાબ આપવામાં નથી આવ્યો? નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા. ત્યારે જો એક પણ સરકારી હોસ્પિટલ કે, મેડીકલ કૉલેજ માટે જમીન ફાળવીને તે બનાવવામાં આવી હોય તેનું નામ આપો?

લમ્પી અને ડ્રગ્સ મામલે પ્રહાર કૉંગ્રેસ પ્રવક્તાએ (Gujarat Congress) ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ આટલું બધું સારું કામ કર્યું તો શા માટે એક વર્ષ પહેલા મુખ્યપ્રધાન સહિત આખી સરકારના પ્રધાનમંડળને બદલવાની ફરજ પડી. શું કારણ છે કે, ગુજરાતની અંદર હાલના સમયમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે? તેનું કારણ શું? જનતાના ટેક્સના પૈસાથી આપ ચૂંટણી પ્રચાર કરો છો તે શુ યોગ્ય છે? લમ્પી વાયરસથી ગુજરાતમાં લાખો ગાયોના મૃત્યુ થયા તેનું વળતર ક્યારે આપશો?

ABOUT THE AUTHOR

...view details