અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે, તેણે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ કલ્યાણ યોજનાઓના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. દેશના 76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ લોકોને સંબોધતા પટેલે લોકોને તેમના હૃદયમાં દેશને ટોચ પર રાખવાની ભાવના કેળવવા અપીલ કરી હતી. આ પ્રસંગે, તેમણે સાતમા પગાર પંચના (7th Pay Commission) નિયમ હેઠળ ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો (Increase in dearness allowance Gujarat) કરવાની જાહેરાત કરી હતી, જે 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરવામાં આવશે.
ગુજરાતના સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો - Govt Employees 7th Pay Commission
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાતમા પગાર પંચના નિયમ હેઠળ ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારાની જાહેરાત કરી હતી, જે 1 જાન્યુઆરી, 2022થી લાગુ કરાશે. 7th Pay Commission
ગુજરાતના સરકારી કર્મચારીઓને મોટી ભેટ
આ પણ વાંચો :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ
વાર્ષિક 1,400 કરોડનો બોજ મુખ્યપ્રધાન પટેલે કહ્યું કે, આનાથી રાજ્ય સરકારના 9.8 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તેમણે કહ્યું કે, આ વધારાથી તિજોરી પર વાર્ષિક રૂપિયા 1,400 કરોડનો વધારાનો બોજ પડશે. આ સાથે, NFSA કાર્ડ ધારકોને રાશનમાં કુટુંબ દીઠ એક કિલો કઠોળ પણ આપવામાં આવશે, તેમજ વધુ લાભાર્થીઓને યોજના હેઠળ લાવવા માટે આવકની યોગ્યતાનો વિસ્તાર કરવામાં આવશે.