હૈદરાબાદ : નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો 2021નો રિપોર્ટ (NCRB Report 2021) સોમવારે જારી કરવામાં આવ્યો હતો, જેમાં આપણા સેફ શહેર વિશે ખૂબ જ ચિંતાજનક તથ્યો રજૂ કરવામાં આવ્યા હતા. 19 શહેરોમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO Cases) એક્ટની કલમો હેઠળ દેશભારના શહેરોમાં દાખલ થયેલા કેસોની સંખ્યામાં અમદાવાદ એકંદરે છઠ્ઠા ક્રમે ( Rape Cases Of Minor) છે. બાળકી સામેના દુષ્કર્મના કેસોની સંખ્યામાં પાંચમા ક્રમે, સ્ત્રી સગીરોની જાતીય સતામણીની સંખ્યામાં છઠ્ઠા અને બાળકો સામેના જાતીય હુમલાની સંખ્યામાં નવમા ક્રમે છે. (Women safety in Ahmedabad)
સગીર યુવતીઓ પર દુષ્કર્મમાં 5મો ક્રમ :અમદાવાદ મહિલા સગીરો પર દુષ્કર્મના આરોપીઓ સામે નોંધાયેલા દુષ્કર્મના કેસમાં પાંચમા ક્રમે છે. આ ઉપરાંત, દિલ્હી શહેર 833 કેસ સાથે પ્રથમ ક્રમે છે, વર્ષ 2021માં મુંબઈમાં 531, બેંગલુરુમાં 312, ચેન્નાઈમાં 290 અને અમદાવાદમાં 288 કેસ નોંધાયા છે. rape with minor 2021
આ પણ વાંચો :NCRB 2021 Data ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ મૃત્યુનો રેકોર્ડ
સગીર બાળકીઓ સાથે જાતીય સતામણીમાં છઠ્ઠો ક્રમ :18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીની જાતીય સતામણી માટે નોંધાયેલા કેસોની સંખ્યામાં અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. મુંબઈમાં સૌથી વધુ 39 કેસ, ચેન્નાઈમાં 34, દિલ્હી શહેરમાં 32, બેંગલુરુમાં 24, કોલકાતામાં 21 અને અમદાવાદમાં 19 કેસ નોંધાયા છે. sexual harassment of minor 2021