ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીમાં ભાજપ હાલ 7 બેઠકો પર આગળ, મોરબી બેઠક પર કોંગ્રેસની ગતિ તેજ... - મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. મોરબી બેઠક પર કોંગ્રેસ આગળ છે.

પ્રતિષ્ઠાની પેટાચૂંટણી
પ્રતિષ્ઠાની પેટાચૂંટણી

By

Published : Nov 10, 2020, 11:22 AM IST


અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. કુલ 25 મથકો પર મતગણતરી હાથ ધરાઇ રહી છે. આ વખતે કોરોના મહામારી વચ્ચે યોજાયેલી પેટા ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. જેની આજે સવારના 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ છે. જેમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે.

  • વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર
  • કુલ 81 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેસલો થશે
  • ભાજપ 7 બેઠક પર આગળ જ્યારે મોરબી પર કોંગ્રેસ આગળ
  • અબડાસામાં ચાર રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ 3372 મતથી આગળ
  • ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 4000 મતથી આગળ
  • 5 રાઉન્ડના અંતે લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 7240 મતથી આગળ
  • કોંગ્રેસ હાલના તબક્કે એક જ બેઠક પર આગળ
  • કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 4426 મતથી આગળ
  • કરજણમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 2028 મતથી આગળ
  • મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ 777 મતથી આગળ, સતત બે રાઉન્ડથી કોંગ્રેસ આગળ
  • બીજા રાઉન્ડમાં ગણિત બદલાયું, કોંગ્રેસના સુરેશ કોટડિયા 184 મતથી આગળ
  • અબડાસામાં સૌથી વધુ 104 નોટા અને મોરબીમાં 78 નોટા પડ્યાં
  • મોરબીમાં ગણિત બદલાયું, બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • મોરબી બેઠક પર રસાકસી, ભાજપના બ્રિજેશ મેરજાને 3028 મત મળ્યા, કોંગ્રેસના જયંતિ પટેલને 2898 મત મળ્યાં
  • ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 1420 મતથી આગળ
  • ધારીમાં ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયા આગળ
  • કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા આગળ અને ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પાછળ
  • લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા બીજા રાઉન્ડમાં 2321 મતથી આગળ
  • અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ
  • અબડાસામાં બે રાઉન્ડ પૂર્ણ
  • કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરી 2459 મતથી આગળ
  • મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા 278 મતથી આગળ
  • ડાંગમાં ભાજપના વિજય પટેલ આગળ
  • લીંબડીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા આગળ
  • રાજ્યની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ
  • અબડાસા, ધારી, ડાંગ અને મોરબીમાં ભાજપ આગળ
  • આખરે 40 મિનિટ બાદ ગઢડામાં મતગણતરી શરૂ
  • ધારીમાં ભાજપ 912 મતોથી આગળ
  • અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 2400 મતથી આગળ
  • લીંબડીમાં કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર પાછળ
  • ડાંગમાં કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત પાછળ
  • ગઢડામાં હજી પણ મત ગણતરી શરૂ નથી થઇ
  • ડાંગ અને અબડાસા બેઠક પર ભાજપ આગળ
  • આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી EVMની સંખ્યામાં પણ વધારો કરાયો છે. જેને કારણે મત ગણતરીના રાઉન્ડો પણ વધારવામાં આવ્યાં છે. 17 મતદાન મથક પર EVMથી મત ગણતરી હાથ ધરાઇ રહી છે. કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
    પ્રતિષ્ઠાની પેટાચૂંટણીમાં ભાજપ હાલ 8 બેઠકો પર આગળ


    કઈ બેઠક પર કેટલા રાઉન્ડની ગણતરી

    અબડાસા 30 રાઉન્ડ, લીંબડી 42 રાઉન્ડ, મોરબી 34 રાઉન્ડ, ધારી 29 રાઉન્ડ, ગઢડા 27 રાઉન્ડ, કપરાડા 27 રાઉન્ડ, કરજણ 28 રાઉન્ડ, ડાંગ 36 રાઉન્ડ. રાજ્યની જે 8 બેઠકો પર મત ગણતરી હાથ ધરાવાની છે. તેમાં બોટાદ જિલ્લાની ગઢડા, કચ્છ જિલ્લાના અબડાસા, સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી, અમરેલી જિલ્લાની ધારી, મોરબી બેઠક, વડોદરા જિલ્લાની કરજણ, વલસાડ જિલ્લાના કપરાડા અને ડાંગ જિલ્લાની બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે આ 8 બેઠકોમાંથી 5 સીટો પર કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યોને તક આપી છે. જ્યારે ત્રણ બેઠકો પર ભાજપે પોતાના જૂના ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી હતી. જેમાં લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા, ગઢડાથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટપ્રધાન આત્મારામ પરમાર અને ડાંગથી ભાજપના પૂર્વ ધારાસભ્ય વિજય પટેલનો સમાવેશ થાય છે.

ગુજરાતની 8 વિધાનસભા પર મત ગણતરી

ચૂંટણી પંચના પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતની 8 વિધાનસભા પર મત ગણતરીનું કામ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ જશે. આ તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સિવાય અપક્ષ ઉભા રહેલા 81 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો ફેંસલો મતગણતરી બાદ થઈ જશે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરુપે મત ગણતરી સ્થળોને સેનિટાઈઝર કરવામાં આવ્યાં છે. આ વખતે સિનિયર સિટિઝન્સ અને સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાનનો વિકલ્પ આપવામાં આવ્યો હોવાથી, તેના માટે અલગથી મતગણતરી કરવામાં આવશે.

કોંગ્રેસ માટે અહીં પ્રતિષ્ઠાનો પ્રશ્ન

બિહાર અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે 10 નવેમ્બરની તારીખ અગત્યની થવા જઈ રહી છે. એવું નથી કે, સારુ પ્રદર્શન કરીને તેને ગુજરાતમાં સત્તા હાંસલ કરવાની તક છે, પરંતુ કોંગ્રેસ માટે અહીં પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. હકીકતમાં ગુજરાતમાં જે 8 બેઠકો પરિણામ આવવાનું છે. તેના પર પહેલા કોંગ્રેસનો કબ્જો હતો. આ તમામ ધારાસભ્યોએ કોંગ્રેસેને રામ-રામ કહીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. જેના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું હવે પરિણામ આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details