- અમદાવાદમાં બિલ્ડરોનો કૉંકલેવ યોજાયો
- કૉંકલેવમાં મુખ્યપ્રધાન અને મહેસૂલ પ્રધાન ઉપસ્થિત
- બિલ્ડરોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી
અમદાવાદ: બિલ્ડરો દ્વારા કૉંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM bhupendra patel) અને મહેસૂલ પ્રધાન (Minister of Revenue Rajendra Trivedi) રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. બિલ્ડરોએ અહીં મુખ્ય પ્રધાન અને મહેસૂલ પ્રધાન સમક્ષ પોતાને સરકારી કામકાજ અને ક્લિયરન્સમાં પડતી મુશ્કેલીઓથી અવગત કરાવ્યા હતા. મુખ્યપ્રધાન અને મહેસૂલ પ્રધાને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
મહેસૂલ પ્રધાને મહેસૂલ અધિકારીઓ પર કટાક્ષ કર્યો
મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહેસુલમાં પણ કાયદો હોય છે. ભાજપની સરકારે પહેલીવાર કાયદા અને મહેસુલ વિભાગ એક જ પ્રધાનને આપ્યું છે. કોઈપણ સરકારને સમૃદ્ધ બનાવવા માટે મહેસૂલ ખૂબ જરૂરી છે. મહેસુલ પ્રધાન તરીકે તેમની સમક્ષ ઘણા પ્રશ્નો આવે છે અને તેના અરજીઓના નિકાલમાં વર્ષો લાગી જાય છે. મહેસૂલ પ્રધાને અરજીમાં વાંધા વચકા કાઢતા અધિકારીઓ પર કટાક્ષ કર્યો હતો. મહેસુલ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગની પ્રક્રિયાઓ ઓનલાઈન થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અધિકારીઓ સાથે તેમને મળેલી મિટિંગમાં એક જિલ્લાના કલેકટરે 400 પેન્ડિંગ ફાઇલમાંથી 300 ફાઇલ ક્લિયર કરી નાખી છે. નવા પ્રધાનો ઉત્સાહ સાથે કાર્ય કરી રહ્યા છે.