ગુજરાત

gujarat

ETV Bharat / city

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે રાજ્ય સરકારનું બજેટ 26 ફેબ્રુઆરીએ રજૂ થશે - અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

ગુજરાતના નાણાપ્રધાન નિતીન પટેલે ગુજરાતનું બજેટ 26 ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ અગાઉ તેઓ 24 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાના હતા. પરંતુ અમેરિકાના પ્રમુખની ગુજરાત મુલાકાત નક્કી થતાં હવે બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે હવે ગુજરાતનું બજેટ 26 ફેબ્રુઆરીએ રજૂ થશે
ટ્રમ્પની ગુજરાત મુલાકાતને પગલે હવે ગુજરાતનું બજેટ 26 ફેબ્રુઆરીએ રજૂ થશે

By

Published : Feb 11, 2020, 8:46 PM IST

અમદાવાદ: અમેરિકાના વ્હાઈટ હાઉસે સત્તાવાર રીતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરી પીએમ નરેન્દ્ર મોદીને મળવા ભારત પ્રવાસે આવી રહ્યાં છે, અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય કરાર પણ થશે, અને સંબધો વધુ ગાઢ બનશે. જેને પગલે હવે નક્કી થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે, જેથી ગુજરાત સરકારે રાજ્યનું બજેટ રજૂ કરવાની તારીખ બદલી છે.

ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, હવે નાણાપ્રધાન નિતીન પટેલ ગુજરાતનું 2020-21નું બજેટ 24 ફેબ્રુઆરીને બદલે 26 ફેબ્રુઆરીએ રજૂ કરશે. આ અંગેની સત્તાવાર માહિતી વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી છે.

ગુજરાતનું બજેટ હવે ગુજરાત વિધાનસભામાં 26 ફેબ્રુઆરીએ રજૂ કરશે. ટ્રમ્પની ગુજરાત મુલાકાત બાબતે હજી ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, અને ટ્રમ્પ કયા જવાના છે, કયારે ગુજરાત આવશે તે તમામ બાબતો હજી સ્પષ્ટ નથી.

ABOUT THE AUTHOR

...view details