અમદાવાદ: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો શરૂ થતાં જ ધાર્મિક તહેવારો શરૂ થઈ ચૂક્યા છે. આજે રક્ષાબંધન છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.
ભાજપે દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી આ પવિત્ર તહેવારને તેમણે બહેન પ્રત્યે ભાઈની કર્તવ્યનિષ્ઠાનો અવસર ગણાવ્યો હતો. આમ તો રક્ષાબંધન તહેવાર અનેક ઐતિહાસિક અને લોકકથાઓ સાથે જોડાયેલા છે. જેમકે માતા કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી, તો રાણી કર્ણાવતીએ પોતાના રાજ્યની રક્ષા માટે હુમાયુને રાખડી મોકલી હતી.
જો પુરાણોમાં જોઈએ તો સૌપ્રથમ દ્રૌપદીએ કૃષ્ણને સુતરની રક્ષા બાંધી હતી. જેથી કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખવા 1008 વસ્ત્રો પૂર્યા હતા. તેવી જ રીતે રક્ષાબંધનએ ખરેખર રક્ષાનું બંધન છે. જેમાં રાખડીમાં દૈવીય વાસ હોય છે. માન્યતા છે કે, જેને રાખડી બાંધવામાં આવે તેની રક્ષા કરે છે. જેથી જ દાનવો સામેના યુદ્ધ દરમિયાન ઈન્દ્રાણીએ ઇન્દ્રને રક્ષા બાંધી હતી.
ભાજપે દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી જો કે, આવી અનેક લોકકથાઓ આ તહેવાર સાથે જોડાયેલી છે, પરંતુ આ વખતે રક્ષાબંધનના પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેમ છતાંય છેલ્લી ઘડીની ખરીદી અને સાવચેતીઓ સાથે રક્ષા બાંધવાનો થનગનાટ અને લોકોમાં આ પર્વની ઉજવણી કરવાનો ઉત્સાહ જોઈ શકાય છે.