અમદાવાદ: આજે કૃષ્ણ જન્માષ્ટમી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. આજ દિવસે મધ્યરાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા હતા. ગોકુલ અને વૃંદાવનમાં કૃષ્ણએ લીલાઓ કરી હતી.
#Janmashtami2020 : PM મોદી અને CM રૂપાણીએ જન્માષ્ટમી નિમિત્તે પાઠવી શુભેચ્છા... - krishnajanmashtamiટ
હિન્દુ ધર્મના પવિત્ર ધાર્મિક તહેવારોમાં જન્માષ્ટમી એક મોટો ઉત્સવ છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રીકૃષ્ણએ ગીતારૂપી ઉપદેશ આપીને માનવજાતિ ઉપર ઉપકાર કર્યો છે. તેમની ગીતાવાણી આ સંસાર સાગરને તરી જવા માટે શ્રેષ્ઠ છે. કર્મનું મહત્વ તેમજ યોગનું મહત્વ પણ તેમાં સમજાવવામાં આવ્યું છે. તો ભક્તિ માટે જ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત સાથે પણ ભગવાન શ્રીકૃષ્ણનો ખાસ સંબંધ છે. દ્વારકા, ડાકોર, ઇસ્કોન, જગન્નાથ જેવા કૃષ્ણના અનેક મંદિરો આવેલા અહીં આવેલ છે, પરંતુ આ વખતે કોરોના વાઈરસના કારણે પરિસ્થિતિ અલગ છે. જેથી દર વર્ષની જેમ ગુજરાતના મેળાઓ પણ નહીં ભરાય કે નહીં રંગેચંગે મંદિરોમાં ભીડ સાથે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે, પરંતુ ગમે તેવા સમય અને સંજોગો હોય રસ્તો તો નીકળી જ જાય છે. તેમ દરેક મોટા મંદિરો દ્વારા ભક્તો માટે ઘરે બેસીને ઓનલાઇન પ્રભુના દર્શન કરવાની વ્યવસ્થા ઊભી કરાઇ છે.