અમદાવાદ:ગુજરાત ATSને 1993 મુંબઇ બોમ્બ બ્લાસ્ટના(1993 Mumbai bomb blasts ) વોન્ટેડ 4 આરોપીઓને(Wanted accused Mumbai bomb blast) પકડવામાં સફળતા મળી છે. આ આરોપીઓનું 29 વર્ષો પછી ભારત પરત આવવું એ પણ ગુજરાતમાં ચૂંટણી સમયે તેઓનું અમદાવાદ મળી આવું જે અનેક શંકા ઉભી કરી રહી છે. જેને લઈ ગુજરાત ATS એક કડીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પાકિસ્તાનના ISIના કેમ્પમાં આરોપીઓની ટ્રેનિંગ -ગુજરાત ATSના અધિકારીઓએ(Gujarat ATS team) અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી 1993ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટ(1993 Mumbai serial blasts) કેસના વોન્ટેડ આરોપી અબુ બકર, સયેદ કુરેશી, મોહંમદ સોએબ અને મોહમ્મદ યુસુફ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ચારેય આરોપીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને દાણચોર મોહમ્મદ ડોસાના ઇશારે ભારતમાં કામ કરતા હતા. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના ISIના ટ્રેનિંગ કેમ્પમાં(ISI training camp in Pakistan) હથિયાર ચલાવવાની અને બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ લઈને ભારત પરત ફર્યા હતા. જો.કે ગુજરાત ATSના વિશ્વસનીય સૂત્રો તેવું પણ કહી રહ્યા છે કે ચારેય આરોપીઓ સેન્ટ્રલ એજન્સીઓથી(Central agencies) બચવા નવા નામ સાથે સરદારનગરમાં રહેતા હતા અને તેમના પાસપોર્ટ 2023માં રિન્યુ કરવાના હોવાથી અમદાવાદમાંથી બાય રોડ નાસી જવાનું પ્લાનિંગ કરતા હતા.
આ પણ વાંચો:1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં કુખ્યાત ડોન દાઉદના 4 સાગરિત ઝડપાયા
પાસપોર્ટ રિન્યુ કરાવ્યા પછી, પરિવાર સાથે અમદાવાદમાં રહેવા માગતા હતા -અમદાવાદમાંથી બાય રોડ નીકળી જઈને ચારેય આરોપીએ જુદી જુદી જગ્યાએ કઢાવેલા પાસપોર્ટ રિન્યુ(Renewing Passport) કરાવીને પછી ભેગા થઈને પરિવાર સાથે અમદાવાદમાં સેટલ થવાનું પ્લાનિંગ કરતા હતા. જેમાં બે આરોપીઓના માતા અને પિતા કોરોના મૃત્યુ પામ્યા હતા. જો કે પ્રાથમિક તપાસમાં એક એવી પણ હકીકત બહાર આવી છે કે ચારેય આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવીને યુએઇ, ઓમાન, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. બીજી તરફ મિડલ ઇસ્ટમાં દાઉદ ઇબ્રાહિમની મીટીંગમાં(Middle East Meeting of Dawood) પણ હાજરી આપી હતી. જેની તપાસ ચાલી રહી છે.
આરોપીઓ નવી દિલ્હી CBIની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપાસે - ચારેય આરોપીઓ 1993ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટ સિવાય બીજા કોઈ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા નથી. તેમ છતાં ATSની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાત ATSને આઠ દિવસની કસ્ટડી મળી આવ્યા બાદ નવી દિલ્હી CBIની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપી દેવામાં આવશે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચારેયને દિલ્હી લઈ જવામાં આવશે.
આ પણ વાંચો:Reaction on Blast Case Judgement : તત્કાલીન સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને ધડાકાના ઇજાગ્રસ્તે આપી પ્રતિક્રિયા
હાલ એક સવાલ બીજો પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, ગુજરાતમાં ચૂટણીઓ નજીક આવી રહી છે તેવા સમયે ISI કનેક્શન(ISI connection) અને દાઉદ ઇબ્રાહિમના સાગરિતો અમદાવાદમાથી પકડાય તેને ગંભીર ગણવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાત ATSની ટીમ(Gujarat ATS team) અન્ય બાબતોને લઈ પણ તપાસ કરી રહી છે. અમદાવાદમાં તેઓ શું કોઈના ઈશારે આવ્યા હતા કે પછી આટલા વર્ષો બાદ શું તેઓને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. અમદાવાદમાં તેઓનું શું પ્રયોજન હતું. અમદાવાદ કોણ કોણ તેઓને મદદ કરવાના હતા. અમદાવાદ કેટલા સમય સુધી રોકાવવાનો પ્લાન હતો. અમદાવાદ બાદ તેઓ ક્યાં ભાગવાના હતા. પાસપોર્ટ રીન્યુ કરાવવાની થિયરી કેટલી સાચી છે. કોણ તેમાં મદદ કરવાનું હતું. જેમાં અનેક સવાલો હજુ પણ ગુજરાત ATSને ખટકી રહ્યા છે. જેથી આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.