ગુજરાત

gujarat

ETV Bharat / city

દરિયાઈ ડ્ર્ગ્સ સ્ટ્રાઈક : ગૃહ પ્રધાનની ચેતવણી - "જીતને ભેજોગે ઉતને પકડેંગે, વેલકમ ટૂ ગુજરાત જેલ...." - ATS Seizes Heroin in Kutch

કચ્છ જખૌ દરિયાઈ સીમા પરથી ડ્રગ્સનો (Drugs Seized from Kutch) મોટો જથ્થો ઝડપાયો છે. પાકિસ્તાનથી આવતી બોટ (Gujarat ATS Drugs Seized) પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા સનસનાટી મચી ઉઠી છે, ત્યારે હર્ષ સંધવીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ (ATS), કોસ્ટ ગાર્ડ, NCB દ્વારા આ "દરિયાઈ સ્ટ્રાઈક" છે.

Drugs Seized from Kutch : કચ્છ જળ સીમા પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, 9 લોકોની ધરપકડ
Drugs Seized from Kutch : કચ્છ જળ સીમા પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, 9 લોકોની ધરપકડ

By

Published : Apr 25, 2022, 10:21 AM IST

Updated : Apr 25, 2022, 4:50 PM IST

અમદાવાદ :કચ્છ જખૌ દરિયાઈ સીમામાંથી (Drugs Seized from Kutch)ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઇન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પુછપરછ થઈ રહી છે. મળતી માહિતી મુજબ 300 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

NCBની દરિયાઈ સ્ટ્રાઈક:હર્ષ સંધવીએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ (ATS), કોસ્ટ ગાર્ડ, NCB દ્વારા આ "દરિયાઈ સ્ટ્રાઈક" છે. "જેટલા તમે મોકલશો, તેટલાને પકડી પાડશુ, ગુજરાતની જેલમાં તમારું સ્વાગત છે... તમારું આખું જીવન અંધારકોટડીમાં વિતાવી દો"

આ પણ વાંચો :Heroin Seized At Kandla Port: કંડલા પોર્ટ પરથી ATS અને DRIએ ઝડપ્યું 2500 કરોડનું હેરોઇન, અફઘાનિસ્તાનથી આવ્યું હતું કન્ટેનર

ડ્રગ્સ સિન્ડિકેટનો પ્રયાસ નિષ્ફળ - ગુજરાતની દરિયાઈ સીમાનો (Drugs Seized at Jakhauni Beach in Kutch) ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ (Drugs Syndicate) નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હિરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરમિયાન જખૌનીના દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.

આ પણ વાંચો :Drugs Seized From Junagadh : જૂનાગઢમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા યુવકને પોલીસે દબોચ્યો, મળી હતી બાતમી

ગુજરાત ATSએ ડ્રગ્સ કર્યું જપ્ત - જ્યારે તપાસ દરમિયાન જહાજમાંથી (ATS Seizes Heroine in Kutch) કરોડોની કિંમતનું હેરોઈન મળી આવતા 9 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. હેરોઈનની બજાર કિંમત 300 કરોડથી પણ વધુ હોવાની વિગતો મળી છે. આંતરરાષ્ટ્રીય જળ સીમા પરથી વારંવાર ડ્રગ્સ ઝટપાયાના સમાચાર સામે આવતા રહ્યા છે. ત્યારે ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત ATS (Gujarat ATS Drugs Seized) વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Apr 25, 2022, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details