ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat ATS Maritime Strike: પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATSની દરિયાઈ સ્ટ્રાઈક, હર્ષ સંઘવીએ કહ્યું- જેટલા મોકલશો એટલા પકડીશું

ગુજરાતના ગૃહપ્રધાને પાકિસ્તાન અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને સખત શબ્દોમાં ચેતવણી (Gujarat ATS Maritime Strike) આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે તમે જેટલા મોકલશો એટલા પકડીશું. સાથે જ તેમણે પાકિસ્તાની ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડનારાઓ માટે લખ્યું છે કે ગુજરાતની જેલમાં તમારું સ્વાગત છે.

પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATSની દરિયાઈ સ્ટ્રાઈક
પાકિસ્તાની ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATSની દરિયાઈ સ્ટ્રાઈક

By

Published : Apr 25, 2022, 7:38 PM IST

અમદાવાદ: દેશની આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી વધુ એક વારડ્રગ્સનું (Drugs Seized from Kutch) મોટું કન્સાઈન્મેન્ટ પકડી પાડવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક (Pakistani Drugs Network)પર ગુજરાત પોલીસ (ATS), કોસ્ટ ગાર્ડ, NCB દ્વારા આ દરિયાઈ સ્ટ્રાઈક (Gujarat ATS Maritime Strike) છે. તમે જેટલા મોકલશો તેટલા પકડીશું. ગુજરાતની જેલમાં તમારું સ્વાગત છે... તમારું આખું જીવન કાળકોઠડીમાં વિતાવો.'

મોટાભાગની પાકિસ્તાની બોટમાં ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવતો હોવાનું પોલીસનું અનુમાન.

પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ પર બાજ નજર-અન્ય એક ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું છે કે, 'પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ (pakistan drug mafias)ની દરેક હિલચાલ પર નજર રાખીને તેને ગુજરાતની સીમા (Drugs in Gujarat border)માં ઘૂસતા પહેલા જ પકડી લેતી ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીથી જોડાયેલી એજન્સીઓને હ્રદયથી અભિનંદન.' તેમણે વધુમાં લખ્યું કે, 'કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશન દરમિયાન, પાકિસ્તાની બોટ અલહજ (Pakistani boat Alhaj) માંથી 56 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 280 કરોડ છે, સાથે 9 પાકિસ્તાની ડ્રગ ડીલરોને પણ પકડવામાં આવ્યા છે.'

આ પણ વાંચો:દરિયાઈ ડ્ર્ગ્સ સ્ટ્રાઈક : ગૃહ પ્રધાનની ચેતવણી - "જીતને ભેજોગે ઉતને પકડેંગે, વેલકમ ટૂ ગુજરાત જેલ...."

280 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું-ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા કચ્છના જખૌ મધદરિયામાં આ બોટને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બોટ ચાલકે boating કરી મૂકતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાનની બોટનો પીછો પણ કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 2 થી વધુ પાકિસ્તાનીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

મુસ્તુફા નામનો આરોપી કરાચીનો- પાકિસ્તાનનો એક શખ્સ મુસ્તુફા પાકિસ્તાની બંદરથી પાકિસ્તાની બોટમાં (Drugs Seized From Pakistani boat) જથ્થો લાવ્યો હતો. 1600 કિલોમીટર દરીયા વિસ્તારમાં કોસ્ટગાર્ડનું સતત પેટ્રોલિંગ ચાલતું રહેતું હોય છે, પરંતુ ગુજરાત ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાંનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, માછીમારીની આડમાં પાકિસ્તાની બોટ ભારતના દરિયાઇ સીમામાં પ્રવેશી જતી હોય છે. મોટાભાગની પાકિસ્તાની બોટમાંડ્રગ્સનો જથ્થો રાખવામાં આવતો હોવાનું પોલીસનું અનુમાન છે.

ગુજરાતની જેલમાં તમારું સ્વાગત છે

આ પણ વાંચો:Drug case in Surat : પત્ની અને સગર્ભા પુત્રી સાથે મુંબઈથી ડ્રગ્સ લઈને આવતો શખ્સ ઝડપાયો, સુરત ક્રાઈમ બ્રાંચે રાખી હતી વોચ

માછીમારીની આડમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે-ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી પાછળ એક મહત્વનું કારણ સામે આવી રહ્યું છે, જેમાં દરિયામાં લાલ પરીની માછલીના શિકાર માટે માછીમારો આવતા હોય છે. માછલીની પકડવાની આડમાં ડ્રગ્સની હેરાફેરી (Drugs Smuglling In Gujarat) કરવામાં આવતી હોવાનું પોલીસનું અનુમાન છે, કારણ કે અત્યાર સુધી કેટલાક કિસ્સાઓમાં પોલીસ એજન્સીઓ સમક્ષ એવી હકીકત સામે આવે છે કે માછલીનો શિકાર કરવાની આડમાં સફેદ ઝેર ગુજરાતની દરિયાઈ સીમા મારફતે ભારતમાં લાવવામાં આવે છે. હાલમાં 9 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કારણે પસંદ કર્યો ગુજરાતનો દરિયાઈ માર્ગ-ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાનથી નજીક હોવાના લીધે ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમા ઉતારવા માટે સિલ્ક રૂટ બની ગયો છે. હર હંમેશા ગુજરાતનો દરિયાકાંઠો શા માટે પસંદ કરવામાં આવે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે, પંજાબની બોર્ડર ઉપર ફેન્સીંગ કરી દેવામાં આવ્યું છે જેના લીધે જમીન માર્ગે ડ્રગ્સ ઘૂસાડવું ઘણું અઘરું પડી જાય છે, માટે ઈન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ દ્વારા દરિયાઇ માર્ગે સફેદ ઝેર આખા ગુજરાતના આપવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details