અમદાવાદઃ ગુજરાત ATSએ ગેરકાયદે હથિયારના વેચાણનો પર્દાફાશ (Gujarat ATS exposed illegal weapons racket) કરી મોટું ઓપરેશન (Gujarat ATS Operation) કર્યું છે. આ હથિયારોની તસ્કરીનું રેકેટ સૌરાષ્ટ્રમાં ચાલતું હતું. જ્યારે ગુજરાત ATSએ 54 જેટલા હથિયાર કબજે કર્યા છે. સાથે જ 24 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર બન્યું હથિયારોનું ટ્રાન્સિટ પોઇન્ટ -ગુજરાત એટીએસ દ્વારા હથિયારોની તસ્કરીના મસમોટા રેકેટ પર્દાફાશ (Gujarat ATS Operation) કરાયો છે. ગુજરાત ATS દ્વારા 24 આરોપીઓની 54 જેટલા હથિયારો સાથે ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ હથિયારો ભારતીય બનાવટના હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાંઓ આ હથિયારના સોદા કરવામાં આવતા હતાં. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદમાં હથિયારની હેરાફેરી કરવા હત્યાનો આરોપી કે જે પેરોલ જમ્પ ફરાર છે તે આવવાનો છે. આ મામલે વોચ રાખી હથિયારોનું મોટું રેકેટ માત્ર 24 કલાકમાં ગુજરાત એટીએસે ઝડપી (Gujarat ATS exposed illegal weapons racket)પાડ્યું છે.
આ પણ વાંચોઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અચાનક આવતીકાલના તમામ કાર્યક્રમો કેમ રદ કર્યા...
એટીએસને શું મળ્યું- હથિયારો ઘૂસાડવાના આ રેકેટમાં પેરોલ જમ્પ આરોપીની ધરપકડમાં હથિયારના સોદાગરો પકડાવા સાથે 100 જેટલા હથિયારની લે-વેચ થઈ હોવાનો ઘટસ્ફોટ (Gujarat ATS exposed illegal weapons racket)પણ થયો હતો. તમામ હથિયારો ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાવાના હતાં. આરોપીઓ 20 થી 25 હજારમાં લાવેલું હથિયાર 1.50 લાખ સુધી વેચતાં હતાં. બે વર્ષમાં 100થી વધારે હથિયારની હેરાફેરી થઈ છે. જ્યારે કાર્ટિજ ગુપ્ત જગ્યાએ દાટેલા હોવાનું સામે આવ્યું છે.
54 ઇન્ડિયન મેઇડ પીસ્ટલ કબ્જે કરી લેવામાં આવી - ગુજરાત એટીએસના ઘૂંટણિયે પડી ગયેલા આરોપીઓ મોતના સમાનની તસ્કરી કરતા હતાં. એક બે નહીં, પરંતુ 100 જેટલા હથિયારોની તસ્કરી કરી ચુક્યા છે. આ આરોપીઓ, વધુમાં ગુજરાત એટીએસ દ્વારા હાલ 24 આરોપીઓની ધપરકડ કરીને 54 ઇન્ડિયન મેઇડ પીસ્ટલ કબ્જે કરી લેવામાં આવી ચુકી છે. આરોપીઓએ કાર્ટિજ ગુપ્ત જગ્યાએ દાટેલી હોવાની માહિતીના આધારે શોધખોળ(Gujarat ATS Operation) શરૂ કરી દીધી છે. ગુજરાત એટીએસની ગિરફતમાં બેઠેલા તમામ આરોપીઓ સૌરાષ્ટ્ર વિસ્તારના (Gujarat ATS exposed illegal weapons racket)હોવાનું સામે આવ્યું છે. એટીએસની પ્રાથમિક તપાસમાં જાણ થઇ હતી કે આ હથિયારો આ આરોપીઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિ આચરવા માટેના ફિરાકમાં હતાં.
આ પણ વાંચોઃ Complaint in Suggestion Box : આનો ઉપયોગ સુરતીઓને ફળ્યો, જૂઓ કેટલા બાઇક પકડાયાં
ડ્રગ તસ્કરી બાદ મોટી માત્રામાં હથિયારોની તસ્કરી સામે આવી - ગાંધીના ગુજરાતમાં મોટી માત્રામાં ડ્રગઝ મળી આવતું હતું અને હવે મોટી સંખ્યામાં હથિયારો પણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસે આ કેસમાં (Gujarat ATS exposed illegal weapons racket)સૌ પ્રથમ દેવેન્દ્ર બોરીચા અને ચાંપરાજ ખાચરની અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેથી બંને આરોપીઓ પાસેથી બે બે હથિયાર એમ કુલ 04 હાથ બનાવટની પીસ્ટલ કબ્જે (Gujarat ATS Operation) કરી હતી. બંને આરોપીઓની સઘન પૂછપરછમાં તેમની પાસેથી મળી આવેલા આ ચારેય હથિયાર મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી ખરીદી કરી હતી અને વડોદરા ખાતેના વનરાજ નામના શખ્શને સપ્લાય કરવાં માટે જવાના હતાં. અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી 100 જેટલી બનાવટી પીસ્ટલ લાવી સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓ જેમકે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના કેટલાક શખ્શોને વેચી દીધેલા હોવાની કેફિયત (Gujarat ATS exposed illegal weapons racket)આરોપીઓએ પોલીસ સમક્ષ આપી છે. જે પૈકી એટીએસે 54 હથિયાર કબ્જે કરી વેચેલા વધુ હથિયાર કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીઓના નામ
1 : ભગીરથ ફુલ ધાધલ - બોટાદ
2 : સત્યજીત અનક મોડા-બોટાદ
3 : અલ્પેશ માનસીંગ ડાંડોળીયા - બોટાદ
4 : ઉદયરાજ માત્રેશ માંજરીયા - બોટાદ
5 : દિલીપ દડુ ભાંભળા - બોટાદ
6 : કિરીટ વલકુબોરીચા- બોટાદ
7 : અજીત ભૂપત પટગીર- બોટાદ