ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ATSએ 99 લાખની જૂની ચલણી નોટો સાથે એક ઇસમની કરી ધરપકડ - બાતમી

ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે રૂપિયા 99,40,000ની રદ થયેલી જૂની ભારતીય ચલણી નોટો સાથે એક ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSએ બાતમીના આધારે ગાંધીનગર માંથી જૂની ચલણી નોટો સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSએ 99 લાખની જૂની ચલણી નોટો સાથે એક ઇસમની કરી ધરપકડ
ગુજરાત ATSએ 99 લાખની જૂની ચલણી નોટો સાથે એક ઇસમની કરી ધરપકડ

By

Published : Sep 24, 2020, 3:54 AM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યની ટીમને એક બાતમી મળેલી કે ગાંધીનગર સેક્ટર 28ના બગીચા આગળથી એક ઈસમ મનીષભાઇ ચંદુભાઇ સંધાણી પાસે ખાનગી ગાડીમાં જૂની ચલણી નોટો રહેલી છે. જેના આધારે તપાસ કરવામાં આવતા 99 લાખથી વધુની જૂની ચલણી નોટો મળી આવી છે. જેને લઈ ગુન્હો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે.

  • 1000ના દરની નોટ નંગ-8781 કુલ રૂપિયા 87,81,000
  • 500ના દરની નોટ નંગ-2318 કુલ 11,59,000
  • કુલ નોટો નંગ 11,099 કુલ 99,40,000

મહત્વનું છે કે જૂની ચલણી નોટોને બંધ થયેલ વર્ષો થયા તેમ છતા હજી સુધી અવારનવાર જૂની ચલણી નોટો મળી આવતી હોય છે. ત્યારે નોટો ક્યાંથી લાવ્યા અને કોને આપી હવાલો પાડવાનો હતો તે અંગે ATS પૂછપરછ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details