- અમદાવાદમાં ઓઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
- ઓઇલ ચોરી કરનારી ગેંગનો ATSએ પર્દાફાશ કર્યો
- 4 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: દેશના અલગ- અલગ રાજ્યોમાં 22 જેટલી ઓઇલ લાઈનોમાં પંચર કરી કરોડો રૂપિયાની ઓઇલ ચોરી કરનારી ગેંગનો ATSએ પર્દાફાશ કર્યો હતો. જે ગુનામા સંડોવાયેલા વધુ બે આરોપી નીશાંત કરણીક અને મુનેસ ગુર્જરની ધરપકડ કરવામા આવી છે. ઝડપાયેલા આરોપીઓ મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા સાથે મળી ઓઈલ ચોરીની ગેંગ ચલાવતા હતા. આરોપી રાજસ્થાન, બિયાવર, બર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા તથા વર્ધમાન નગર, બિહાર જમુઈ, રોહતક, ગોહાના અને ચિત્તોગઢમાં ઓઇલ ચોરીના ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. જેથી ગુજરાત ATSએ સંદીપ અને તેની ગેંગના 4 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
આરોપી ખોટા બિલો પણ બનાવતા હતા
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓની મોડ્સઓપરેન્ડી ઓઇલ લાઈનામાં પંચર કરવા 300- 400 મીટર પોતાની લાઇન નાંખતા હતા. લાઇન નજીકમાં આરોપી ગોડાઉન અથવા જગ્યા ભાડે રાખી કન્ટેનરની અંદર ટેન્કરની ટાંકી ફીટ કરીને દેશભરનું ચોરી ઓઇલ વેચાણ કરતો હતો. ઉપરાંત અન્ય રાજ્યના વાહનો ખરીદી બીજા રાજ્યમા નોંધણી કરાવતા અને ચોરીના ઓઈલ સપ્લાય માટે પણ ખોટા બીલો બનાવતા હતા.