અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ તમામ સમાજને આવરી લઈને (Gopal Italia Announcement) વિવિધ ચૂંટણીલક્ષી ગેરંટી આપવામાં આવી રહી છે. જેને લઈને AAPના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા વધુ એક ગેરંટી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી જે પણ આંદોલનો થયા છે. જેમાં ગુજરાતના યુવાનો પર જે ભાજપ સરકારે ખોટી રીતે કેસ દાખલ કર્યા છે. જો ગુજરાતમાં AAPની સરકાર બનતા સૌ પ્રથમ કેસ પરત ખેંચવાની જાહેરાત કરશે. (Gujarat assembly elections 2022)
ભાજપે યુવાનો પર ખોટા કેસ કર્યાઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા તાનશાહી નેતાઓ દ્વારા સમાજના અલગ અલગ સમાજને અને વિસ્તારને વારંવાર અન્યાય (aap gujarat) કરવામાં આવ્યો હતો. કોઈ સમાજ કે કોઈ સંસ્થા ભ્રષ્ટ ભાજપ સરકાર પર જ્યારે રજૂઆત કરે કે, માંગણી કરે ત્યારે તેમની માંગણીઓ સાંભળવામાં આવતી નથી. સચિવાલયમાં કે ઓફિસમાં બોલાવીને અપમાનિત કરવામાં આવતા હતા. જેથી ના છૂટકે કોઈ સમાજ કે કોઈ સંસ્થા આંદોલન પર ઉતરી આવી હતી. તે સમયે ભાજપ સરકાર દ્વારા આંદોલનને કચડી નાખવા માટે કે દબાવી નાખવા માટે ખોટી કલમો લગાવી અને ખોટા કેસો દાખલ કરી તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા. (Aam Aadmi Party future)
માલધારી સમાજ પોતાના હક માટે આંદોલન કર્યું હતુંવધુમાં ઉમેર્યું હતું કે, માલધારી સમાજ પોતાના અધિકારો માટે આંદોલન કર્યું હતું. માલધારી સમાજે શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. પરંતુ માલધારી સમાજની વાત સાંભળવાની (Gopal Italia hits out BJP) બદલે ભાજપ સરકારે માલધારી સમાજ યુવાનો તેમજ મહિલાઓ પર ખોટી FIR દાખલ કરી હતી. આદિવાસી સમાજ પોતાના જળ, જમીન અને જંગલ માટે લડી રહ્યો છે. નર્મદા, તાપી લિંક પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ લડ્યો હતો. કેવડિયા બચાવવા માટે પણ આદિવાસી સમાજે આંદોલન કર્યું હતું. આંદોલન વખતે ઓન ખોટી રીતે FIR દાખલ કરવામાં આવી હતી. (aam aadmi party gujarat)