અમદાવાદઃ આગામી વિધાનસભા ચૂંટણીઓને (Gujarat Assembly Elections 2022 ) લઇ ભાજપનો ધમધમાટ વધી રહ્યો છે. અમદાવાદ જિલ્લા વિસ્તારમાં અંદાજે 1326 જેટલા બુથ છે. તે તમામ બુથમાં ફરી મતદાર યાદી (Voters in Ahmedabad district) ચકાસવી અને પેજ પ્રમુખો શક્તિ કેન્દ્રની કામગીરીની કામગીરી તપાસવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 40 વિસ્તારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમને જે-તે વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એ વિસ્તારક પોતાના વિસ્તારમાં જઈને આ કામગીરી કરશે તેના માટે આજે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં (Ahmedabad Dictrict BJP) ભાજપ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ રાજ્ય શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.
40 વિસ્તારકોની યાદી બનાવી મતદારોના ડેટા મેળવવા આયોજન આ પણ વાંચોઃ PM Modi Talk with BJP Workers: વડાપ્રધાને ગુજરાત ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, મુખ્યપ્રધાન અને પાટીલ જોડાયા
એક વિસ્તારકને 30 બુથની જવાબદારી
એક વિસ્તારકને અંદાજે 30 બુથની જવાબદારી સોંપાઈ છે. જે વિસ્તારમાં જઈ માહિતી એકત્ર કરી દરરોજ સાંજે તેનું રિપોર્ટિંગ કરશે અને જિલ્લાની સ્થિતિ વિશે માહિતગાર (Ahmedabad Dictrict BJP) કરશે. અત્યારે જિલ્લા વિસ્તારની દસક્રોઈ, ધોળકા અને સાણંદ-બાવળા સીટ પર ભાજપનો કબજો છે. તો વિરમગામ અને ધંધુકા બેઠક કોંગ્રેસ પાસે છે. ત્યારે આગામી ચૂંટણી દરમિયાન તમામ સીટ જીતવા માટે કવાયત કરાશે. આગામી ચૂંટણી દરમિયાન ચૂંટણી (Gujarat Assembly Elections 2022) સમયે જરૂર પડતો ડેટા (Voters in Ahmedabad district) અત્યારથી ભાજપ દ્વારા એકત્ર કરાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Bjp Parliamentary Board Announced : પ્રદેશ ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત
ગઇ વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન હતું
અમદાવાદ જિલ્લા વિસ્તારમાં (Ahmedabad Dictrict BJP) ગ્રામીણસ્તરની વાત કરીએ તો ગઇ વિધાનસભામાં ભાજપને 02 સીટનું નુકશાન થયું હતું. પરંતુ એ બાદ આવતી તમામ ચૂંટણી (Voters in Ahmedabad district) એટલે કે લોકસભા ત્યારબાદ આવતી નગરપાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. જે સ્થિતિ આગામી વિધાનસભામાં (Gujarat Assembly Elections 2022) યથાવત રહે, તેના માટે અત્યારથી જ કામગીરી શરૂ કરાઇ છે.