અમદાવાદ : ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેને લઇને રાજકારણમાં એક પછી એક ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજસ્થાન સરકારના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તે તમામ બાબતોની વચ્ચે હાલમાં જ સંયમ લોઢાએ એક ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસમાં પણ ભંગાણ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ આગામી સમયમાં કોંગ્રેસ બેરોજગારી, મોંધવારી મુદ્દે સરકારને ઘેરશે: રઘુ શર્મા
શું સંયમ લોઢાનું ટ્વીટ- સંયમ લોઢાએ ગત 18 માર્ચે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતાઓ વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસને પણ ટેગ કર્યું છે. જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની વાત કરીએ તો વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના સતત સંપર્કમાં છે. આ અંગે સંયમ લોઢાએ ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસમાં શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે ને બધાને ચેતાવણી આપી છે. સાવચેત રહેવું ખૂબ જરૂરી છે તે પ્રકારની વાતચીત કરી હતી.
આ પણ વાંચોઃ Raghu Sharma Exclusive Interview: 2022માં કોંગ્રેસ બહુમતી સાથે વિજય થશે
સંયમ લોઢાના ટ્વીટથી રાજકારણ ગરમાવો - મુખ્યપ્રધાન અશોક ગહેલોતના સહકાર સંયમ લોઢા છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન સરકારની પણ ટીકા કરી રહ્યા છે વિધાનસભામાં આવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કોંગ્રેસના શાસનની ખામીઓ ગણાવી સાથે સંયમ લોઢા દ્વારા પ્રધાનો પર નિશાન પણ સાધ્યું હતું. ત્યારે ગુજરાતની કોંગ્રેસને ચેતવણી આપવામાં આવી છે. સીએમના સલાહકારે ટ્વિટ કરી ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની ચેતવણીના અનેક તર્ક વિતર્ક પણ થઈ શકે છે.