અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election ) પહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે નરેશ પટેલે પણ આગામી એક અઠવાડિયામાં તેઓ નિર્ણય જાહેર કરશે તે પ્રકારનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. પાટીદારના અગ્રણી નેતા નરેશ પટેલને ભાજપમાં જોડાવા અંગે ભાજપના નેતાઓએ કમર કસી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ નરેશ પટેલને સત્તાવાર જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના મોટા નેતા અને પ્રદેશના નેતા પણ નરેશ પટેલને મળવા જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
નરેશ પટેલ હાલ ક્યાં પક્ષમાં જોડાશે તે કહેવું વહેલું છે સમાજ કહેશે તો હું રાજકારણમાં ચોક્કસ આવીશ -રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે ગઈકાલે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે મેં હજી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું હાલ મારા સમાજને પૂછીને આ અંગે કોઈ નિર્ણય લઈશ તેમજ ભાજપના લોકો આપશે તો વિચારીશું. રાજકારણમાં પ્રવેશ કરવો તે મારા માટે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં હાલ છું. આખા ગુજરાતમાંથી આગેવાનો સાથે બેઠક કરી રહ્યો છું. ત્યારે આગામી હોળીના તહેવાર બાદ એટલે કે 20થી 30 માર્ચ દરમિયાન હું રાજકારણ આવીશ કે નહીં જેની સત્તાવાર જાહેરાત કરીશ. તેઓ અંતમાં ઉમેર્યું હતું કે દરેક સમાજનું કલ્યાણ થાય તો મારે ચોક્કસ રાજકારણમાં જોવું જોઈએ.
નરેશ પટેલ બની શકે છે રાજ્યસભાના ઉમેદવાર? -નરેશ પટેલ રાજકારણમાં જોડાયા (joining a political party )છે તેવા સમાચાર વહેતા થતાંની સાથે જ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટી નરેશ પટેલની રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે તેવી પણ વાતો વહેતી થઇ રહી છે કારણ કે માર્ચના અંતમાં પંજાબ રાજ્ય સભાની માટે ચૂંટણી(Election for Punjab RajyaSabha) યોજાવાની છે. આ ચૂંટણીમાં આપને ચાર બેઠક મળવાની પૂરતી શક્યતા હોવાથી આવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી નરેશ પટેલને રાજ્ય સભા લડવાની ઓફર કરી શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે આ મુદ્દે રાજકીય નિષ્ણાતો નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર થાય તેવી શક્યતાને નકારી રહ્યા છે.
નરેશ પટેલને પોતાની પાર્ટીમાં લાવવા તમામ પક્ષઓએ કમર કસી -અગાઉ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલની બે વાર બેઠક થઈ છે તો આ તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ નરેશ પટેલને સતત આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આવા ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે નરેશ પટેલ જેવા આગેવાન અને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ(Clean politics 0 કરી રહી છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાવું જોઇએ. નરેશ પટેલ (Patidar's leading leader )તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવવાના છે તેની સ્પષ્ટતા જાહેર થઈ નથી. બીજી તરફ નરેશ પટેલની ભાજપનાં નેતાઓ પણ પાર્ટીમાં લાવવા માટે કમર કસી રહ્યા છે. તાજેતરમાંકોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યાર પછી સમગ્ર સમગ્ર મામલે રાજકીય(After the upcoming Holi festival ) રીતે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે નરેશ પટેલે આવું કોઈ આમંત્રણ કે પત્ર મળ્યો નથી તે વાત કરી હતી પણ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખ્યો હતો તે સોશિયલ મીડિયામાં વાઇરલ(Viral in social media) પણ થયો હતો.
પાટીદારના અગ્રણી નેતા નરેશ પટેલને ભાજપમાં જોડાવા અંગે ભાજપના નેતાઓએ કમર કસી છે. ગુજરાતમાં કેટલી છે પાટીદાર વોટ બેન્ક -ગુજરાતમાં પાટીદારોના 40 થી 50 ટકા વોટ બેંક રહેલી છે જ્યારે 2012ની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે 80 ટકા પાટીદારોના વોટ સત્તાધારી પક્ષને મળ્યા હતાં. જ્યારે 2017ની ચૂંટણીમાં રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડાઇ હતી. ત્યારે પાટીદારોના 55 ટકા મત બીજેપીને મળ્યા હતાં. જો કે હવે આગામી 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારોના મત અંકે કરવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને પોતાની તરફ વાળવા માટે થઈ સતત પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચો:Political Expert on Naresh Patel: નરેશ પટેલને રાજકારણમાં જવું હોય તો અત્યારે નિર્ણય લેવાનો શ્રેષ્ઠ સમય
નરેશ પટેલ હાલ ક્યાં પક્ષમાં જોડાશે તે કહેવું વહેલું છે -રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું કે નરેશ પટેલ કયા પક્ષમાં જોડાયા છે તે વાત હાલ કરવી તે યોગ્ય લાગી રહી નથી. જો કે વારંવાર એક પ્રકારની વાત જ્યારે વ્યક્તિ થતી હોય ત્યારે હવે સમય થઈ ગયો છે. તેમને વહેલી તકે નિર્ણય લઇ લેવો જોઈએ આમ આદમી પાર્ટી માટે થોડા સમય પહેલા તેઓએ વખાણ કર્યા હતા. જોકે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાર્ટીઓ દ્વારા તેમને સતત પાર્ટીમાં જોડાવવા માટે થઈને તેઓના સંપર્ક કરવામાં આવી રહ્યા છે. સામાજીક આગેવાન તરીકે પણ તેઓ સતત બધાને મળતા રહ્યા છે. જ્યારે જોડાવવાની વાત આવે છે ત્યારે તે કઈ પાર્ટીમાં જોડાશે તે એક મહત્વનો મુદ્દો રહેલું છે. સુરતમાં આમ આદમી પાર્ટીને સફળતા મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી વાત પણ વહેતી થઇ છે. પરંતુ તે કઈ પાર્ટીમાં જોડાયા છે તે હજી નક્કી થયેલ નથી. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે. ત્યારે તેઓને પંજાબમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવીને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે આ તમામ મુદ્દે હાલ રાહ જોવી પડશે કે નરેશ પટેલ કયા પ્રકારનો નિર્ણય લઇ રહ્યા છે. જ્યારે ફાયદાની વાત આવે છે ત્યારે નરેશ પટેલ જો આમ આદમી પાર્ટીમાં જોડાય તો પાર્ટીને થોડો ફાયદો થઇ શકે તેમ છે. પરંતુ પરિણામોમાં કોઈ ફેર પડે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાં મહેશ સવાણી જેવા નેતા જોડાયા બાદ જતા રહેતા હોય ત્યારે નરેશ પટેલ જોડાય તો કાર્યકરોમાં ઉત્સાહ વધી શકે છે.
આ પણ વાંચો:Hardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તે વાત નિશ્ચિત છે -રાજકીય નિષ્ણાત હરિ દેસાઈએ જણાવ્યું કે નરેશ પટેલ આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાય છે તે વાત નિશ્ચિત છે. જે પ્રકારે પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામ આવ્યા છે જેમાં ચાર રાજ્યોમાં ભાજપની જીત થઇ છે. જ્યારે એક રાજ્યમાં આમ આદમી પાર્ટી જીતી છે તેમ છતાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે અને તે દિશામાં આગળ વધી રહ્યા છે. જ્યારે નરેશ પટેલ સાથે મારી વાતચીત થઈ ત્યારે તેઓ સહેજ ચસક્યાં ન હતા. બીજી તરફ વાત છે નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે તેમને રાજ્ય સભાના ઉમેદવાર બનાવી રાજ્યસભામાં મોકલવામાં આવશે. તો હું એવું માની રહ્યો છું કે આ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટી સ્પોન્સર કરી રહી હોય તેવું મને લાગી રહ્યું છે.. જ્યારે આમ આદમી પાર્ટીની વાત છે ત્યારે આમ આદમી પાર્ટીની હાલ બીચ મેં ચાંદ જેવી રહેલી છે તો બીજી તરફ જ્યારે નરેશ પટેલની વાત આવે છે ત્યારે તેઓની પૂર્વ તૈયારીઓ હાલ થઈ ગઈ છે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત સાથે તેઓની બેઠક થઈ અને કોંગ્રેસમાં જોડાય છે તે નક્કી છે. તો બીજી તરફ ગુજરાતના પણ ધારાસભ્યો સાથે તેઓની બેઠક થઈ ચુકી છે. જ્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તે પ્રકારનું મન સ્પષ્ટપણે બનાવી દીધું છે.
નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસમાંથી CM પદના ઉમેદવાર બની શકે છે -રાજકીય વિશ્લેષકે વધુમાં જણાવ્યું કે કોઈ એક સમાજ કે કોઈ એક વર્ગ કોઈ ચોક્કસ પક્ષ સાથે જોડાયેલો હોય તે વાત નકારાત્મક છે. ઘણા પાટીદારો કોંગ્રેસમાં જોડાયેલા છે તો ઘણાં પાટીદાર નેતાઓ ભાજપમાં રહેલા છે. મોટાભાગના પાટીદાર નેતાઓ ભાજપ સાથે સંકળાયેલા છે. તે વાત સ્પષ્ટ છે, પરંતુ કોંગ્રેસમાં જો નરેશ પટેલ જોડાઈ ત્યારબાદ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા પાટીદાર નેતાઓ ફરી કોંગ્રેસમાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. બીજી તરફ પાટીદાર સિવાયના અન્ય નેતાઓ પણ ભાજપ છોડી કોંગ્રેસમાં આવે તેવું પણ જોવા મળી રહ્યું છે. નરેશ પટેલ ઉદ્યોગપતિ છે. તેઓનો વિદેશમાં પણ અનેક એમ્પાયર રહેલા છે. જ્યારે નરેશ પટેલ મક્કમ રહેલા છે. ખોડલધામ જેવી સંસ્થાના તે પ્રણેતા છે. ત્યારે તેઓએ ખુબ જ સરસ રીતે કીધું છે કે ખોડલધામ જેવી સંસ્થાને રાજકીય અખાડો બનવા માંગી રહ્યો નથી. રાજકારણ અને સંસ્થા દૂર રાખી તે પ્રકારની વિશ્વસનીયતા તેઓએ કેળવી છે. જ્યારે નરેશ પટેલ માત્ર પાટીદાર સંસ્થા જ નહીં, પરંતુ દરેક સમાજને સાથે રાખીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હોય તેવા પ્રકારના દ્રશ્યો આજે હું નિહાળી રહ્યો છું.