અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી(gujarat assembly Election 2022) પહેલા બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા તથા પાટીદાર નેતા નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળે તેવી શક્યતાઓ લાગી રહી છે. બીજી તરફ અનામત આંદોલન દરમિયાન પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, અલ્પેશ કથરીયા, દિનેશ બામળિયા સહિત અન્ય નેતાઓ દ્વારા પાટીદાર યુવકો પર થયેલા કેસો પાછા લેવા સરકાર પર દબાવ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ સરકાર યોગ્ય નિણર્ય ન કરે તો ભાજપને નુકશાન થાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની કવાયત શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ જૂના નેતા અને સામાજિક આગેવાનોને પોતાના પક્ષમાં લાવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ, શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે કહ્યું હતુ કે હાઇકમાન્ડ અંતિમ નિર્ણય લેશે, હાલ તમામ નેતાઓ અને સામાજિક નેતાઓને પાર્ટીમાં લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે