Intro:ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા (Congress election mission ) માટે કોંગ્રેસ હાઇકમાન્ડે રાષ્ટ્રીય નેતા પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. જેથી આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસની કમાન હવે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Gujarat Election Tour) પોતાના હાથમાં લેશે અને ગુજરાતમાં પ્રવાસ કરી ગુજરાતની જનતા વચ્ચે જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ચૂંટણીનો સમય પારખી નિર્ણય-ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા 2022ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022)યોજાનારી છે. તેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને મતદારો વચ્ચે જઈને તેમણે લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે તે પહેલા ગુજરાત કોંગ્રેસની કમાન હવે રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે. તેઓ આગામી દિવસોમાં ગુજરાતનો પ્રવાસ (Priyanka Gandhi Gujarat Election Tour)કરશે તેવા વાવડ મળી રહ્યા છે. મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી જૂન અને જુલાઈ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. જો.કે હજુ પણ કોંગ્રેસના એક પણ નેતા દ્વારા આ કાર્યક્રમ અંગે સત્તાવાર તારીખ સાથે માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો- કોંગ્રેસના રોડ શોમાં પ્રિયંકા ગાંધી અને ભાજપના કાર્યકરો આમને-સામને, થયું કંઈક આવું જૂઓ
પ્રિયંકા મધ્ય ગુજરાતમાં આવશે- વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મધ્ય ગુજરાતમાં પ્રિયંકા ગાંધી મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન (Congress Womens Convention) યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મહિલા સંમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. તો બીજી તરફ આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર અંગે જવાબદારીઓ ગુજરાતની સોંપી છે. તો યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કેવી રીતે કોંગ્રેસને બેઠી કરી શકાય તે પ્રકારની મોટી જવાબદારી સોંપી છે.