અમદાવાદ- ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક બાદ આજે અમદાવાદમાં શહેર કારોબારીની બેઠક(Ahmedabad bjp executive meeting ) મળી હતી. સમયાંતરે આવી બેઠકો મળતી હોય છે. સૌપ્રથમ રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળે છે. ત્યાર બાદ પ્રદેશ કારોબારીની અને અનુક્રમે શહેર કારોબારી અને વોર્ડની કારોબારીની બેઠક મળે છે.
04 બેઠકો અંકે કરવા લક્ષ્ય -અમદાવાદ શહેરમાં 16 વિધાનસભા બેઠકો (Assembly seats in Ahmedabad) આવેલી છે. જે પૈકી 2017 વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 12 વિધાનસભા બેઠકો પર વિજય મેળવ્યો હતો. ત્યારે ચાર વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસે છે. આ ચાર વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપ દ્વારા શહેર કારોબારીમાં મંથન (BJP election agenda) કરવામાં આવશે. પ્રદેશ કારોબારીમાં (Ahmedabad bjp executive meeting )નક્કી થયા પ્રમાણે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના લોકો વચ્ચે લઇ જઇને (Gujarat Assembly Election 2022) મત માંગવામાં આવશે. તો આ ચાર બેઠકો ઉપર બુથ સુધી કામ (Gujarat BJP election preparations) કરીને વોટર્સને ભાજપ તરફ વાળવામાં આવશે.
આ પણ વાંચોઃ BJP National Executive Meeting : આવતીકાલે યોજાશે બેઠક, આગામી વિધાનસભાઓની ચૂંટણીઓ રહેશે ચર્ચાનો મુદ્દો