ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : અમિત શાહની ગણાતી બેઠકમાં આ વખતે પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે? - કૌશિક પટેલની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક (Naranpura Assembly Seat) વિશે જે દેશના ગૃહપ્રધાન અમિત શાહની બેઠક રહી હોવાનું માન ધરાવે છે.

Gujarat Assembly Election 2022 : અમિત શાહની ગણાતી બેઠકમાં આ વખતે પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે?
Gujarat Assembly Election 2022 : અમિત શાહની ગણાતી બેઠકમાં આ વખતે પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે?

By

Published : May 14, 2022, 6:01 AM IST

Updated : May 14, 2022, 7:58 AM IST

અમદાવાદ- ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ શહેરના ફાળે 16 જેટલી વિધાનસભા બેઠકો જાય છે. જેમાંની એક નારણપુરા વિધાનસભા છે. આ વિધાનસભા 2008માં અસ્તિત્વમાં આવી હતી. તે ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો ભાગ છે. 2012માં પ્રથમ વખત નારણપુરા વિધાનસભા સીટ માટે ચૂંટણીઓ યોજાઈ હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022)ઉપલક્ષમાં કેટલીક મહત્ત્વની બાબતો આ રહી.

બેઠક પર પુરુષ અને મહિલા મતદાર સંખ્યા

વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી-2017ના આંકડા પ્રમાણે નારણપુરા વિધાનસભા ફુલ 2,29,840 મતદારો છે. જ્યારે 2014ના ચૂંટણીપંચના આંકડા પ્રમાણે અહીં 1,14,064 પુરુષ મતદારો, 1,06,980 સ્ત્રી મતદારો મળીને કુલ 2,21,044 મતદારો (Gujarat Assembly Election 2022) છે. અહીં મોટાભાગે લોકો શિક્ષિત છે. અમદાવાદના પશ્ચિમ અને વિકસિત વિસ્તારમાં નારણપુરા વિધાનસભાનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વોર્ડ નારણપુરા વિધાનસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. આ બેઠક જાતિ અને આર્થિક સમીકરણ જોઇએ તો નારણપુરા મતક્ષેત્ર શહેરી વિસ્તાર હોવાથી અહીં જાતિગત સમીકરણ ઓછા અને આર્થિક સમીકરણ વધુ કામ કરે છે. આ વિસ્તારમાં ધનિક શાહ કોમ્યુનિટી વધુ છે. આ ઉપરાંત પાટીદાર અને અન્ય OBC પરંતુ આર્થિક સંપન્ન લોકો વધુ છે. જે વ્યવસાયિક અને શાંતિપ્રિય છે. આ વિધાનસભા બેઠકમાં નવરંગપુરા, નારણપુરા, ઉસ્માનપુરા, વાડજ, શાસ્ત્રીનગર, અંકુર વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વાડજને છોડતા SC જાતિ અને ગરીબી આ ક્ષેત્રમાં જોવા મળતી નથી.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : વિરમગામ વિધાનસભા બેઠક પર 10 વર્ષથી ભાજપ નથી જીત્યો, હવેની ચૂંટણીમાં કંઇ ફરક પડશે?

ચૂંટણીના પરિણામો : 2017 અને 2012 - આ બેઠક ભાજપને વફાદાર રહી છે. બંને મુખ્યપક્ષોએ પાટીદારોને ટીકીટ આપી હતી. 2017 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કૌશિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર નિતીન પટેલને 66 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો હતો. તેઓ ગુજરાતના મહેસૂલ પ્રધાન બન્યા હતા. કૌશિક પટેલને 1,06,458 મત મળ્યા હતા. જ્યારે નીતિન પટેલને 40,243 મત મળ્યા હતા. જ્યારે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વર્તમાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર ડો.જીતુભાઈ પટેલને 63 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં અમિતશાહને 1,03,988 મત મળ્યા હતા. જ્યારે જીતુભાઈને 40,653 મત મળ્યા હતાં.

2017 વિધાનસભા ચૂંટણીનું આ હતું પરિણામ

અમિત શાહનો મતવિસ્તાર -આ વિધાનસભા ક્ષેત્રની રચના 2012માં થઈ ત્યારથી તે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંથી લાલ કૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા હતા. પરંતુ 2014માં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અહીંથી વિજય નોંધાવ્યો હતો. ત્યારબાદ 2019માં પણ તેઓ અહીંથી જ વિજયી થયા હતા. અમદાવાદ મહાનગરની ચૂંટણીમાં તેઓ મતદાન કરવા અંકુર ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવે છે. ઉપરાંત અહીંના કોર્પોરેટર, ધારાસભ્ય સાથે સીધા સંપર્કમાં રહે છે.

આ ચૂંટણીમાં પાટીદારોનો ઝૂકાવ બનશે મહત્ત્વનો - નારણપુરા ભાજપનો ગઢ ગણાય છે. પણ છ મહાનગરપાલિકાની ચૂંટણી ગત વર્ષ યોજાઈ ગઈ, તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને 3000 કરતાં વધુ મત મળ્યા હતા. મહત્વની વાત એ હતી કોંગ્રેસના ઉમેદવાર કરતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મત હતા. આમભાજપનો ગઢઅને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ઘર પણ નારણપુરામાં છે. જેથી આ બેઠકની ચૂંટણી ખૂબ મહત્વની છે. નારણપુરાએ પાટીદારોની વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેથી પાટીદારોનો ઝોક ભાજપ તરફી રહેશે. પણ અન્ય જ્ઞાતિના લોકોમાં ઠાકોર, રબારી, લુહાર-સુથાર, ભાવસાર, જૈનો વગેરેનો ઝોક કઈ તરફ રહે છે, તેના પર 2022ની ચૂંટણીનો આધાર રહેશે. પાટીદારો ગઢ નારણપુરામાં ભાજપ જ જીતતું આવ્યું છે, અને હવે 2022માં પણ ભાજપની જીત નિશ્રિત થશે તેવું રાજકીય પંડિતો માની રહ્યાં છે.

બેઠકની આગવી ઓળખ

આ પણ વાંચોઃ Explainers : અમદાવાદના નારાણપુરામાં બનશે રૂપિયા 584 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ

નારણપુરા વિધાનસભા બેઠકની ખાસિયત- નારણપુરા મતક્ષેત્રમાં સારા રસ્તાઓ, પાણીની સુવિધા, રમતના મેદાન, પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ, અર્બન હેલ્થ સેન્ટર, સરકારી તેમજ ટ્રસ્ટની શાળાઓ ઉપલબ્ધ છે. જો કે, મોટી દુવિધા એ છે કે આ વિસ્તારમાં મોટા પાયે ખાનગી હોસ્પિટલો આવેલી છે. સરકારી હોસ્પિટલની ભરપાઈ જુદા-જુદા ટ્રસ્ટોની સામાજિક કામગીરી થાય છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ પણ બનવા જઈ રહ્યું છે. નારણપુરા વિધાનસભા મતક્ષેત્રમાં સરદાર પટેલ સ્ટેડિયમ, વિધાસંકુલ એવો નવરંગપુરા વિસ્તાર, ખાણીપીણી માટે પ્રખ્યાત અંકુર વિસ્તાર આવેલો છે. અહીં ફાસ્ટફૂડ, ચા, સોડા, મીઠાઈ, ફરસાણ વગેરે પ્રખ્યાત છે. અહીં મોડી રાત સુધી લોકો રસ્તાઓ પર મહાલતા નજરે પડે છે. અહીંના લોકો દરેક તહેવાર ઉત્સાહથી ઉજવે છે.

નારણપુરા બેઠક પર મતદારોની આ અપેક્ષાઓ છે

નારણપુરા બેઠકના મતદારોની માગ- અહીંના લોકોની અપેક્ષાઓની વાત કરીએ તો અહીંના સમૃદ્ધ લોકો પ્રગતિમાં માનનારા છે. તેથી વ્યક્તિસ્વાતંત્ર્યમાં વધુ માને છે. તહેવારોને પરિવાર સાથે ઉજવવો એટલે શાંતિ અને સલામતી જળવાય. વિસ્તારનો આર્થિક વિકાસ થાય. રમતક્ષેત્રે યુવાનો આગળ વધે. ઉચ્ચ વિદ્યાભ્યાસ માટે તકો વધે. તેવું તેમનું માનવું છે. એમ તો નારણપુરા વિસ્તાર એ અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતો હતો, પણ હવે તેની આજુબાજુનો વિસ્તાર વધુ પોશ થઈ ગયો છે. વર્ષો પહેલા નારણપુરા ગામ હતું, તેની આજુબાજુનો વિસ્તાર વધુ ડેવલપ થયો છે. ખાસ કરીને અમદાવાદમાં કોમી તોફાનો (Gujarat Assembly Election 2022) થયા પછી અમદાવાદ સિટી વિસ્તારના લોકોએ જે સ્થળાંતર કર્યું તે લોકો નારણપુરામાં રહેવા આવ્યા છે. નારણપુરા વિસ્તાર એ અમદાવાદની પોળના અમદાવાદીઓ જ છે.

Last Updated : May 14, 2022, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details