અમદાવાદ- ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીઓનો (Gujarat Assembly Election 2022 ) ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસે પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ, 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ (7 Gujarat Congress Acting President) બનાવાયા છે.
કોંગ્રેસે હવે આગામી ચૂંટણી માટે કમરકસી -કોંગ્રેસ દ્વારા વિવિધ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જે 7 કાર્યકારી પ્રમુખોને (7 Gujarat Congress Acting President) પસંદ કરવામાં આવ્યાં છે તેમાં પાંચ ધારાસભ્યોમાં લલીત કગથરા, જીગ્નેશ મેવાણી, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ અને ઋત્વિક મકવાણાનો (Lalit Kagathara, Jignesh Mewani, Hrithik Makwana, Ambareesh Der, Himmatsinh Patel )સમાવેશ થાય છે. તો બીજી તરફ પાર્ટીએ બે નેતાઓને પણ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપી છે જેમાં કાદીર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો (Qadir Peerzada and Indravijay Singh Gohil) સમાવેશ થાય છે જેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યાં છે કોંગ્રેસે 26 લોકસભા બેઠકો પર ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યાં છે.
ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર-ગુજરાત કોંગ્રેસમાં પહેલા એક જ કાર્યકારી પ્રમુખ ( Gujarat Congress Acting President) હાર્દિક પટેલ હતાં જે પાટીદાર નેતા હતાં. હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં અને ભાજપમાં જોડાયા બાદ ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ નીમવાની ચર્ચાઓ ચાલી રહી હતી. તો બીજી તરફ જાતિગત સમીકરણો પણ જરૂરી હતાં. જોકે હવે 5 કાર્યકારી પ્રમુખ અને એમાં પણ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર (7 Gujarat Congress Acting President) કહેવામાં આવી રહ્યો છે.