ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ગુજરાતની શાળાઓની વાસ્તવિક સ્થિતિ PM મોદીને જણાવવા AAPએ લોન્ચ કર્યો મોબાઈલ નંબર, ફોટો-વિડીયો મોકલી શકશો - ગુજરાતના શિક્ષણ પ્રધાન

PM મોદીને ગુજરાતની સ્કૂલોની સાચી હકીકત જણાવવા AAP (Gujarat Assembly Election 2022)એ મોબાઇલ નંબર લોન્ચ કર્યો છે. આ નંબર દ્વરા કોઇપણ રાજ્યના લોકો સરકારી શાળાઓની ખરાબ હાલતના ફોટો વિડીયો મોકલી શકશે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે અમારા લોન્ચ કરેલા નંબર દ્વારા અમે વડાપ્રધાનને સાચા ફોટા અને સાચી રજૂઆત બતાવશું.

ગુજરાતની શાળાઓની વાસ્તવિક સ્થિતિ PM મોદીને જણાવવા AAPએ લોન્ચ કર્યો મોબાઈલ નંબર
ગુજરાતની શાળાઓની વાસ્તવિક સ્થિતિ PM મોદીને જણાવવા AAPએ લોન્ચ કર્યો મોબાઈલ નંબર

By

Published : Apr 15, 2022, 5:30 PM IST

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022)નો માહોલ છવાઈ ગયો છે અને આ વખતે શિક્ષણનો મુદ્દો (issues of education in gujarat) પણ રાજનીતિમાં ઉમેરાઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણને લઈને એક નવું અભિયાન (movement for education in gujarat) શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ આજે એક નંબર લોન્ચ કર્યો છે, જેમાં કોઈપણ રાજ્યની શાળાના લોકો સ્કૂલ (Schools In Gujarat)ના બિસ્માર હાલતના ફોટા કે પછી શિક્ષણ અંગેની ફરિયાદ અથવા તો જે પણ ગેરરીતિ ચાલતી હોય તે અંગે આ નંબર પર જાણ કરી શકશે.

વડાપ્રધાનને સાચા ફોટા અને સાચી રજૂઆત કરવામાં આવશે.

ગુજરાતમાં આપ મજબૂતીથી જનાતો અવાજ ઉપાડી રહી છે- શિક્ષણ (Education In Gujarat) અંગે આપ પ્રદેશ પ્રમુખગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં આપ મજબૂતીથી જનતાનો આવાજ ઉપાડી રહી છે. શિક્ષણ મામલે મનીષ સિસોદીયાએ પ્રયત્નો કર્યા છે અને શિક્ષણના વિષયમાં કામ થયું છે. તેમણે જણાવ્યું કે, મનીષ સિસોદીયાની મુલાકાત (Manish Sisodia Gujarat Visit) બાદ સ્કૂલો રિપેર થઈ રહી છે. ભાજપે ભાવનગરમાં કામ ચાલું કર્યું છે.

આ પણ વાંચો:આગામી ચૂંટણીમાં શરૂઆત અહીંથી કરવી જોઈએ, ગોપાલ ઇટાલીયાનો મનીષ સીસોદીયાને અંગુલી નિર્દેશ

વડાપ્રધાનને સ્કૂલોની વાસ્તિવક સ્થિતિના ફોટો મોકલવામાં આવશે- ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત (PM Modi Gujarat Visit)માં આવી રહ્યા છે. તેઓ શિક્ષણના કમાન્ડ અને કંટ્રોલ રૂમની મુલાકાત કરવાના છે, ત્યારે જેમાં શિક્ષણ મંત્રી (Education Minister Of Gujarat) દેશના વડાપ્રધાનને છેતરશે, સારી સ્કૂલો બતાવીને વડાપ્રધાનની આંખમાં ધૂળ નાંખવાનું કામ કરશે, ત્યારે અમારા લોન્ચ કરેલા નંબર દ્વારા અમે વડાપ્રધાનને સાચા ફોટા અને સાચી રજૂઆત બતાવશું.

હાર્દિક પટેલના AAPમાં જોડાવાની અટકળો પર જવાબ- વધુમાં તેમણે કહ્યું કે, આ લોકો માટે એક હેલ્પલાઇન નંબર (AAP Helpline Number For Education) શરૂ કરવામાં આવ્યો છે. 9512040404 નંબર પર લોકો ખરાબ સ્કુલોના ફોટો અને વિડીયો મોકલાવે. તે અમે વડાપ્રધાનને બતાવીશું અને ગુજરાતની સાચી શિક્ષણ અને તેની હાલતથી તેમને માહિતગાર કરીશું. હાર્દિક પટેલના આપમાં જોડાવાને લઈને ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલને જાહેરમાં આમંત્રણ આપ્યું છે અને કહ્યું કે, એના જેવા મજબૂત વિચારધારા ધરાવનારા હાર્દિક આપમાં જોડાશે તો મને આનંદ થશે.

આ પણ વાંચો: ફરીએકવાર ગુજરાતના બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે: ગોપાલ ઈટાલિયા

કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે સંપર્ક ચાલું છે- ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક ચાલું છે. આવતા દિવસોમાં કેટલાક લોકો આપમાં જોડાશે. બેઠકો કરી ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જાણ પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details