અમદાવાદ- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણીની તૈયારીઓને લઈને દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોરની 500 સભ્યોની ટીમ (Prashant kishore Team in Gujarat )ગુજરાત આવી પહોંચી છે. ગાંધીનગર કમલમથી દૂર ફ્લેટ ભાડે રાખીને ગુજરાતના રાજકારણનો સર્વે (Survey for Gujarat Congress) કરી PKને સુપરત કરી શકે છે.
ચૂંટણીને લઇને મોટા સમાચાર - ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022)નજીક આવી રહી છે. ગુજરાતના રાજકારણ માટે પણ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દરેક પક્ષ પોતાનું પૂરતું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં દાયકાઓથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આ વખતે નવી રણનીતિ ઘડી રહી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ત્યારે ગઈ કાલે પ્રશાંત કિશોરની 500 સભ્યોની ટીમ અમદાવાદમાં સર્વે કરવા માટે પહોંચી ગઇ છે.
આ પણ વાંચોઃ Prashant Kishor Attacks Congress: પીકેનો પ્રહાર - વિપક્ષનું નેતૃત્વ કૉંગ્રેસનો દૈવી અધિકાર નથી, હારે છે 90 ટકા ચૂંટણી
કોંગ્રેસ દ્વારા સર્વે તૈયાર કરવામાં આવી રહ્યો છે - ગુજરાતમાં આ સર્વે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ ચૂંટણીનો રસપ્રદ રહેશે તેવું લોકો માની રહ્યા છે. પરંતુ કેટલાક જાણકારોનું કહેવું છે કે જ્યારે જ્યારે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થયો છે ત્યારે હંમેશા સત્તા પક્ષને જ ફાયદો થયો છે. જેના કારણે કોંગ્રેસ માની રહી છે કે આમ આદમી પાર્ટીના કારણે તેમને ચૂંટણીમાં નુક્સાન થઇ શકે છે. આ નુકસાનને ઘટાડવા માટે થઈને સર્વે તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 500 જેટલા માણસોની ટીમ ઉતારવામાં આવી છે. આ જંગી ટીમ બીજા કોઇની નહીં પરંતુ જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા મોકલવામાં આવી હોઈ શકે છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
ગુપચુપ રીતે કોંગ્રેસ માટે સર્વે કરવાનું કામ કરશે- વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ ટીમ માટે અમદાવાદના એક વિસ્તારમાં રહેવા માટે ભાડા ઉપર મકાન રાખવામાં આવ્યું છે. આ ટીમ ગુપચુપ રીતે કોંગ્રેસ માટે સર્વે કરવાનું કામ કરશે અને જ્યારે રિપોર્ટ તૈયાર થઈ જશે ત્યારે પ્રશાંત કિશોરને આપશે. પ્રશાંત કિશોર દ્વારા આવી કોઈ ટીમ ગુજરાતમાં મોકલવામાં આવી છે તે અંગે ગુજરાત કોંગ્રેસના પણ કોઈ નેતાને જાણકારી નથી. આ ટીમ ગુજરાત કોંગ્રેસના કોઈપણ નેતાને મળ્યા વગર જ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરીને પ્રશાંત કિશોરને (PK Team Survey on Election 2022) સુપરત કરશે. જેના ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણીની રણનીતિ (Election strategist Prashant Kishore)ઘડી શકે છે.
આ પણ વાંચોઃ ભાજપ નેતા રામકૃપાલ યાદવનું વિવાદીત નિવેદન, પ્રશાંત કિશોરને કહ્યાં 'ભાડે કા ટટ્ટુ'
કમલમની નજીકમાં જ ફ્લેટ ભાડે રાખવામાં આવ્યાં- વિશ્વસનીય સૂત્રોએ વધુમાં જણાવ્યું કે પ્રશાંત કિશોરની ટીમ માટે કમલમની નજીકમાં જ ફ્લેટ ભાડે રાખવામાં આવ્યાં છે. ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે થઈ ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉતારવામાં આવેલી આ ટીમને ફ્લેટ અને કાર સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જોકે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનની કમાન પણ સંભાળી શકે છે ત્યારે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાત પહોંચતા હાલમાં આ ચર્ચા પ્રબળ બની હોય તેવું લાગી રહ્યું છે.