ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં (purchase of electricity in Assembly) ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદી બાબતે કોંગ્રેસના ધારાસભ્ય C J ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસના સમયમાં કોંગ્રેસની સરકારે ઉકાઈ, ગાંધીનગર, વણાકબોરી, સિક્કા, ભાવનગર, કચ્છ, સહિત ગુજરાત સ્ટેટ એનર્જીવાળા વીજ ઉત્પાદક મથકો તૈયાર કર્યા હતાં અને તેની વીજ ઉત્પાદન ક્ષમતા 8729 મેગાવોટ હતી. જ્યારે સરકારી વીજ ઉત્પાદન મથકો વીજળીનું ઉત્પાદન કરે છે કે નહીં, સાથે જ કેટલું ઉત્પાદન કરવામાં આવે છે? 8729 મેગાવોટની સામે ફક્ત અત્યારે 3000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન સરકારી કંપનીઓમાં થઈ રહ્યું છે. જ્યારે 6000 મેગાવોટ વીજળીનું સરકારી વિદ્યુત મથકોમાં વીજ ઉત્પન્ન થતી નથી. ત્યારે સરકાર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ વીજ મથકો ખૂબ જ જૂના થઈ ગયા હોવાના કારણે ઉત્પાદન ક્ષમતા ઘટી છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર તાતા અને અદાણી પાસેથી કુલ 8916 કરોડની વીજળી ખરીદી હોવાનો આક્ષેપ કર્યો છે.
પરેશ ધાનાણીએ ઊર્જાપ્રધાન પાસે પ્રશ્નોના જવાબ માગ્યા - વિધાનસભાસત્રમાં પ્રશ્નોતરી ચર્ચામાં રાજ્યમાં કેટલા વીજમથકો કાર્યરત છે અને તે વીજમથકો ઉત્પાદન ક્ષમતા(Power plants production capacity) કેટલી છે તે અંગે કૉંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણીએ ઊર્જા પ્રધાન(Minister of Energy) પાસે પ્રશ્નોના જવાબ માગ્યા હતાં. ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ(Gujarat State Electric Corporation Limited) હસ્તક 10 વીજમથક છે. જેમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન(Gandhinagar Thermal Power Station), વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન સિક્કા થર્મલ પાવર સ્ટેશન, કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન, ભાવનગર લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન, ધુવારણ ગેસ આધારિત પાવર સ્ટેશન, ઉતરાણ ગેસ આધારિત પાવર સ્ટેશન, ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન, કડાણા અને પાનમ હાઇડ્રો પાવર સ્ટેશન કાર્યરત છે. જેમાં કુલ મળીને 6677 મેગા વોટની વીજક્ષમતા છે.