ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત 'આપ' મા થયા મોટા બદલાવો, જાણો કોને કયા ખાતાની કરવામાં આવી ફાળવણી - AAP નેતાને નવી જવાબદારી સોંપાઇ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) પહેલા તમામ પાર્ટીમાં મોટા બદલાવો જોવા મળી રહ્યા(Changes in Party before elections) છે. તાજેતરમાં દેશમા ત્રીજી પાર્ટી તરીકે ઉભરી આવેલ 'આમ આદમી પાર્ટી' દ્વારા પણ પોતાના સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું(structure of organization was announced by AAP) છે. કયા નેતાને કયા ખાતાની ફાળવણી કરવામાં આવી(New responsibility assigned to AAP leader) છે, તેના પર એક નજર કરીએ.

ગુજરાત 'આપ' મા થયા મોટા બદલાવો
ગુજરાત 'આપ' મા થયા મોટા બદલાવો

By

Published : Jun 12, 2022, 3:59 PM IST

અમદાવાદ : રાજ્યમાં આમ આદમી પાર્ટીએ તેના નવા સંગઠન માળખાના પ્રથમ ચરણની જાહેરાત(structure of organization was announced by AAP) કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠકે નવું માળખું જાહેર કરતા જણાવ્યું હતું કે, ''નાગરિકો આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે. નવા માળખામાં(New responsibility assigned to AAP leader) ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને કેન્દ્રીય સંગઠનમાં સમાવવામાં આવ્યાં છે.''

ગુજરાત 'આપ' મા થયા મોટા બદલાવો

આ પણ વાંચો - શા માટે આમ આદમી પાર્ટીએ માળખાનું વિસર્જન કર્યું? જાણો આ રહ્યું કારણ

'આપ'ના નેતાને મળી નવી જવાબદારી - ઈસુદાન ગઢવીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી, ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી, સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. 'આપ'માં પ્રમુખ ગોપાલ ઈટાલિયા સિવાયનું તમામ માળખુ બદલવામાં આવ્યું છે. સંગઠનમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. આગામી સમયમાં હજી બીજા બે લિસ્ટ જાહેર કરવામાં આવશે.

600 લોકોનો કરાયો સમાવેશ - ગુજરાત આમ આદમી પાર્ટીના નવા સંગઠન માળખામાં 600 કરતા વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક વિધાનસભા વિસ્તારમાં 4 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ગામ દિઠ 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યપ્રધાનનો ચેહરો પણ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો -Arvind Kejriwal Visit in Gujarat : અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત પ્રવાસે

જાણો કોને કયું ખાતું સોંપાયુ - 'આપ' દ્વારા નવા સંગઠનમાં ચાર પ્રદેશ ઉપાધ્યક્ષના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમા જગમાલ વાળા, સાગર રબારી, રીનાબેન રાવલ, અને અર્જુન રાઠવાનો સમાવેશ કરવામા આવ્યો છે. જીતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના અધ્યક્ષ, બિપિન ગામેતીને બિરસા મુંડા મોરચાના અધ્યક્ષ, વેમા ચૌધરીને સહકારી વિંગના અધ્યક્ષ, મહેશ કોલસાવાળાને જયભીમ મોરચાના અધ્યક્ષ, રજુ કરાપડાને કિસાન વિંગના અધ્યક્ષ, પ્રણવ ઠક્કરને લીગલ વિંગના અધ્યક્ષ અને આરીફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના અધ્યક્ષ બનાવાયા છે. સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રીક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details